મોરબીની ન્યુ એરા સ્કૂલ દ્વારા ઇસરોના વૈજ્ઞાનિકો સાથે ઓનલાઇન એકઝીબિશન યોજાયું

- text


મોરબી : મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓને ઇસરોની વિવિધ સિદ્ધિઓ અને ટેક્નોલૉજીથી પરિચીત કરાવવા માટે તેમજ વિદ્યાર્થીઓમાં દેશભવના, વિજ્ઞાન અને ટેક્નોલોજી વિષયની ઊંડી સમજ આપવા માટે ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે ઇસરોનું ઓનલાઇન એકઝીબિશન યોજવામાં આવ્યું હતું.

આ એકઝીબિશનમાં ઇસરોના મુખ્ય વૈજ્ઞાનિકો દ્વારા વિદ્યાર્થીઓને ઇસરો ટેક્નોલૉજીના વિવિધ આયામો વિષે સમજ આપવામાં આવી હતી અને ઇસરોમાં કેરિયર બનાવવા માટે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરાયા હતા. આ 2 દિવસીય એકઝીબિશનમાં આશરે 400 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લઈને ઇસરો અને સ્પેસ ટેક્નોલૉજીની ઊંડી સમજ મેળવી હતી.

- text

- text