મોરબી : ગટરમાં પડી જતા દોઢ વર્ષની બાળકીનું મોત

- text


મોરબી : મોરબી તાલુકાના રવાપર ગામમાં રહેતી દોઢ વર્ષની બાળકી ગટરમાં પડી જતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

- text

રવાપર ગામમાં બોનીપાર્કમાં રાજપેલેસ ખાતે રહેતા હિતેશભાઈ બીસ્ટની દોઢ વર્ષની પુત્રી વર્ષા ગઈકાલે તા. 28ના રોજ બપોરે 1 વાગ્યા આસપાસ ઘર પાસે રમતી હતી. તે વખતે ગટરમાં પડી ગઈ હતી. આથી, તેનું મૃત્યુ થયું છે. પોલીસે બનાવ અંગે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text