મોરબી : કારમાં 300 લીટર દેશી દારૂની હેરાફેરી કરતા એક પકડાયો

- text


મોરબી : મોરબી તાલુકાના જાંબુડીયા ગામમાં કારમાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સ પકડાયો છે. આ કેસમાં બે શખ્સો સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધાયો છે.

ગઈકાલે તા. 27ના રોજ જાંબુડીયા ગામમાં વીન્ટોપ સિરામીક પાસેથી અક્ષય ભુપતભાઇ વાકીયાને કાર રજી.નં. GJ-36-L-4739માં 300 લીટર દેશી દારૂ (કી.રૂ. 6000)ની હેરાફેરી કરતા ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી અક્ષયએ આ દેશી દારૂનો જથ્થો ભરતભાઇ બાવળીયા પાસેથી છુટક વેચાણ કરવા લીધો હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.હાલમાં પોલીસે આરોપી અક્ષયની અટકાયત કરી છે. તેમજ આરોપી ભરતને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text

- text