માળીયા (મી.)-કંડલા હાઇવે પર ટ્રકે ઠોકર મારતા બાઇકચાલકને ઇજા

- text


માળીયા (મી.) : માળીયા (મી.)-કંડલા નેશનલ હાઇવે પર ટ્રક અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં બાઇકચાલકને ઇજા પહોંચી હતી. આ બનાવ અંગે ગઈકાલે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

ગત તા. 21ના રોજ માળીયા (મી.)-કંડલા નેશનલ હાઇવે રોડ પર હરીપર ગામ તથા દેવ સોલ્ટની વચ્ચેના રસ્તે ટ્રક રજીસ્ટ્રેશન નંબર-RJ-07-GB-8265ના ચાલકે ટ્રક બેદરકારીથી ચલાવી હીરો સ્પ્લેન્ડર રજીસ્ટ્રેશન નંબર-GJ-12-EB-9063ને પાછળથી ઠોકર મારી હતી. આથી, ફરીયાદી જુશબભાઇ સુમારભાઇ મૈયણને રોડ ઉપર પાડી દીધા હતા. આથી, ટ્રકના વ્હીલમાં ફરીયાદીનો જમણો હાથ ચગદાઈ ગયો હતો. તેમજ તેના જમણા હાથની પાંચેય આંગળીઓમાં તેમજ ડાબા હાથના પોંચા ઉપર ફ્રેક્ચરની ગંભીર ઇજાઓ પહોંચી હતી. વાહન અકસ્માતના બનાવની નજીકના પોલીસ સ્ટેશન ખાતે જાણ કર્યા વિના આરોપી પોતાનો ટ્રક લઇ નાશી જતા ગયો હતો. હાલમાં પોલીસ ટ્રકચાલકની શોધખોળ કરી રહી છે.

- text

- text