મોરબી નજીક ડમ્પર હડફેટે રાહદારીનું મોત થયાની ફરિયાદ નોંધાઇ

- text


મોરબી : મોરબી નજીક ગઈકાલે ડમ્પર હડફેટે રાહદારીનું મોત નીપજ્યું હતું. મોરબીના લાલપર ગામની સીમમાં આવેલ સીનીયર સીરામીકમાં રહેતા મૂળ ખેડાના વતની કલ્પેશકુમાર શનાભાઈ રાઠોડ (ઉ.વ.૩૯) એ ડમ્પર ટ્રક નં. GJ-12-BV-3727 ના ચાલક સામે મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા.૨૪ ના રોજ મોરબી-વાંકાનેર નેશનલ હાઇવે રોડ ઉપર ન્યુ વર્ધમાન હોટેલની સામે લાલપર ગામ પાસે ફરીયાદીના સબંધી સંજયકુમાર છત્રસિંહ પરમાર રોડ ક્રોસ કરતા હતા.એ સમયે પુરપાટ ઝડપે આવતા ડમ્પર ટ્રક નં. GJ-12-BV-3727 ના ચાલકે આ રાહદારીને હડફેટે લેતા તેમને ગંભીર ઇજા થવાથી તેમનું મોત નીપજ્યું હતું. તાલુકા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી આરોપી ડમ્પરચાલક સામે અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

- text