મોરબીમાં દારૂની હેરાફેરી કરનાર રાજકોટના બે પોલીસ કર્મીઓના રિમાન્ડ પુરા થતા જેલહવાલે

- text


 

ઈંગ્લિશ દારૂ ભચાઉથી લઈ આવ્યા હોવાની આરોપીઓની કબૂલાત

મોરબી : મોરબીના જાંબુડિય ગામ નજીક દારૂ ભરેલી કાર પલ્ટી મારી ગયા બાદ આ દારૂ ભરેલી કાર રાજકોટના બે પોલીસ કર્મીઓની હોવાનું અને બન્ને જ ઈંગ્લિશ દારૂની હેરાફેરી કરતા હોવાનો ભંડાફોડ થતા બન્નેની ધરપકડ કરીને એક દિવસના રિમાન્ડ ઉપર લીધા હતા.આ બન્ને આરોપીએ ઈંગ્લિશ દારૂ ભચાઉથી લઈ આવ્યા હોવાની આરોપીઓની કબૂલાત આપી હતી.જો કે બન્ને પોલીસ કર્મીઓના દારૂના નેટવર્ક વિશે પોલીસ ખાસ કશું જ ઉકાળી શકી નથી.જ્યારે બન્ને આરોપીઓના એક દિવસના રિમાન્ડ પુરા થતા બન્નેને જેલહવાલે કરાયા છે.

- text

મોરબીના જાંબુડિયા ગામના ઓવરબ્રિજ ઉપર બુધવારે વહેલી સવારે એક કાર પલ્ટી મારી ગયા બાદ રાજકોટના બે પોલીસ કર્મીઓની દારૂની હેરાફેરીમાં વરવી ભૂમિકા બહાર આવી હતી.આ બન્ને પોલીસ કર્મીઓજ કારમાં દારૂની હેરાફેરી કરતા હોવાનું ખુલ્યું હતું. દારૂ ભરેલી કાર પલ્ટી મારી ગયા બાદ બનાવને રફેડફે કરવા બન્ને પોલીસ કર્મીઓએ રોફ જમાવીને સ્થાનિક લોકો અને પોલીસ સાથે ગેરવર્તન કર્યું હતું તેમજ બીજી ઇકો ગાડીમાં દારૂ ભરી સગેવગે કરવાના પ્રયાસો કર્યા હતા.આથી પોલીસે દારૂની હેરાફેરી કરવાના ગુનામાં દારૂ ભરેલી કાર સાથે રાજકોટના માલવીયા નગર પોલીસ મથકમાં એલઆરડી તરીકે ફરજ બજાવતા 26 વર્ષીય રાજદીપસિંહ અશોકસિંહ જાડેજા (રહે. રિબડા) અને 28 વર્ષીય પૃથ્વીરાજસિંહ રણજીતસિંહ જાડેજા (રહે. બામણબોર)ની ધરપકડ કરી એક દિવસના રિમાન્ડ ઉપર લીધા હતા અને રિમાન્ડ પુરા થતા બન્નેને આજે જેલહવાલે કરાયા છે.જો કે,પોલીસની પૂછપરછમાં આરોપીઓએ ભચાઉમાંથી દારૂ લઈ આવ્યા હોવાની તેમજ રાજદીપસિંહના મેરેજ હોય આ મેરેજ માટે દારૂ લઈ આવ્યા હોવાની કબૂલાત આપી છે.પણ આરોપીઓ કેટલા સમયથી દારૂ લાવીને વેંચતા હતા તેમજ કેટલા સમયથી દારૂ સાથે સંકળાયેલા તે સહિતની વિગતો પોલીસ આરોપીઓ પાસેથી ઓકવી શકી નથી. પોલીસ આરોપીઓને છાવરતા હોય તેવું લાગી રહ્યું છે.

- text