વાંકાનેર પીઆઇ સોનારાની મોરબી એ ડિવિઝનમાં બદલી

- text


 

 

મોરબી : મોરબી જિલ્લા પોલીસ મથકમાં બદલીનો દૌર યથાવત રહ્યો છે. જિલ્લા પોલીસ વડા એસ.આર. ઓડેદરાએ બે પીઆઈ(પોલીસ ઇન્સ્પેકટર)ની આંતરીક બદલીનો ઓર્ડર કર્યો છે. જેમાં વાંકાનેર સિટી પોલિસ મથકના પી.આઈ બી.પી. સોનારાને મોરબી સિટી એ ડિવિઝનમાં મુકવામાં આવ્યા છે.

- text

તો સામે મોરબી એ ડિવિઝન પીઆઈ બી.જી. સરવૈયાને મોરબી સર્કલ પીઆઈ તરીકે મુકયા છે તો સર્કલ પી.આઈ.નો વધારાનો ચાર્જ સાંભળતાં પીઆઈ આઈ.એમ. કોંઢિયાને ચાર્જમાંથી મુક્ત કરી માત્ર બી ડિવિઝન પોલિસનો હવાલો સોંપવામાં આવ્યો છે. આ સાથે વાંકાનેર સિટી પી.આઈ તરીકે જૂનાગઢથી બદલી પામીને આવેલ વી.એલ સોલંકીને મુકવામાં આવ્યા છે. મોરબી જિલ્લામાં તાજેતરમાં બદલી પામીને આવેલા પીઆઈ એમ આર. ગોઢાણીયાને તાલુકા પોલીસ મથકના થાણા અધિકારી તરીકે મુકવામાં આવ્યા છે.

- text