મોરબીમાં સરસ્વતી શાળામાં આજથી શૈક્ષણિક કાર્યનો પ્રારંભ, છાત્રોને પુષ્પ આપી સ્વાગત કરાયું

- text


મોરબી : આજે તા. 18ને સોમવારના રોજ સરસ્વતી માધ્યમિક વિદ્યામંદિર સંકુલ ખાતે ધોરણ 10નું શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જેમાં શાળામાં પ્રવેશ દરમ્યાન ટેમ્પરેચર ગન દ્વારા વદ્યાર્થીનુ ટેમ્પરેચર માપવામાં આવ્યું હતું અને સેનિટાઇઝેશન કરવામાં આવ્યું હતું. તેમજ આચાર્ય, શિક્ષકો તથા વિદ્યાર્થીઓએ માસ્ક પહેરીને જ શાળામાં પ્રવેશ કર્યો હતો. ત્યારબાદ શાળાના મુખ્ય વ્યસ્થાપક જયંતિભાઈ રાજકોટિયા, માધ્યમિક વિભાગ વ્યસ્થાપક ડૉ. વિજયભાઈ ગઢીયા, સિરામિક એસોસિએશન પ્રમુખ કિશોરભાઇ ભાલોડીયા તથા નિયામક સુનિલભાઈ પરમાર દ્વારા વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ સોસિયલ ડિસ્ટન્સ જાળવીને સૌએ સાથે ભગવાનની વંદના કરી અને જયંતિભાઈ રાજકોટિયાએ માર્ગદર્શન આપ્યું હતું. ત્યારબાદ શિક્ષણ કાર્યની શરૂઆત કરવામાં આવી હતી.

- text

- text