મહેન્દ્રનગર : બેંક ઓફ બરોડામાં ત્રણ દિવસથી કનેક્ટિવિટી ખોરવાતા લોકો પરેશાન

- text


કનેક્ટિવિટીના અભાવે બેંકના નાણાકીય લેવડદેવડના કામો ખોરંભે ચડ્યા

મોરબી : મોરબીના મહેન્દ્રનગર ગામ પાસે આવેલ બેંક ઓફ બરોડાની શાખામાં છેલ્લા ત્રણ દિવસથી કનેક્ટિવિટી ખોરવાઈ ગઈ છે. કનેક્ટિવિટીના અભાવે બેંકના નાણાકીય લેવડદેવડના કામો ખોરંભે ચડ્યા છે. આથી, લોકો હેરાન-પરેશાન થઈ ગયા છે.

મહેન્દ્રનગર ગામ નજીક આવેલ બેંક ઓફ બરોડાની બ્રાન્ચમાં સોમવારથી જ કનેક્ટિવિટીના ધાંધીયા સર્જાયા છે. આજે ત્રણ દિવસ સુધી બેંકમાં કનેક્ટિવિટી બંધ થઈ જતા ઓનલાઈન કામ ઠપ્પ થઈ ગયું છે. અને નાણાકીય લેવડદેવડના કામો બંધ થતાં લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ બેંકમાં આજુબાજુની સીરામીક ફેકટરીઓના ખાતા આવેલા છે. તેમજ મહેન્દ્રનગર ગામ અને આસપાસના લોકો પણ આ બેંકમાં ખાતા ધરાવે છે.

- text

આથી, મોટી સંખ્યામાં એકાઉન્ટ ધરાવતી આ બેંક ઓફ બરોડાની શાખા છે. સીરામીકના વધુ એકાઉન્ટ હોય તેમનો દૈનિક નાણાકીય વ્યવહાર ખોટવાઈ ગયો છે. છેલ્લા ત્રણ દિવસથી કનેકટીવિટીના વિક્ષેપને કારણે બેંકમાં લોકોના કોઈ કામો થતા ન હોવાથી લોકોને ભારે હાડમારીનો સમાનો કરવો પડે છે. આ મામલે બેંક મેનેજર પ્રશાંત ચૌધરીએ જણાવ્યું હતું કે, આજ સાંજ સુધીમાં કનેકટીવિટીનો પ્રશ્ન હલ થઈ જશે.

- text