મોરબીમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા અને દુર્લભજીભાઈ દેથરીયાનો અભિવાદન સમારોહ યોજાયો

- text


મોરબી: મોરબી શહેરમાં ધારાસભ્ય બ્રિજેશ મેરજા તથા જિલ્લા ભાજપ પ્રમુખ દુર્લભજીભાઈ દેથરીયાના અભિવાદન સમારંભનું આયોજન કરવામાં આવ્યુ હતું. રવાપર રોડ પર આલાપ પાર્ક સોસાયટી, પટેલનગર, ખોડિયારનગર સોસાયટી દ્વારા ધારાસભ્ય તેમજ દુર્લભજીભાઈ દેથરીયાના અભિવાદન સમારોહ પ્રસંગે મુકેશભાઈ ઉઘરેજા (પ્રમુખ સીરામીક એસોસિએશન), કિશોરભાઈ ભાલોડિયા (પ્રમુખ ફ્લોર ટાઈલ્સ એસોસિએશન) તેમજ જીજ્ઞેશભાઈ કૈલા (પ્રમુખ યુવા ભાજપ મોરબી)ની ઉપસ્થિતમાં બંને મહાનુભાવોએ સોસાયટીના તમામ લોકોનો આભાર વ્યક્ત કર્યો હતો.

પોતાના આભાર પ્રવચનમાં બન્ને મહાનુભાવોએ જણાવ્યું હતું કે, આગામી સમયમાં મોરબી શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કામો કરી મોરબીને નંદનવન બનાવાશે. બ્રિજેશભાઈએ જણાવ્યું હતું કે, છેલ્લા 60 દિવસોમાં મત વિસ્તારોનો પ્રવાસ કરી સૌનો ઋણ સ્વીકાર કરેલ છે, અને બે માસના ગાળામાં 150 કરોડના કામો જેમકે ગ્રામ્ય વિસ્તારના 30 રસ્તાઓ, મોરબી સિટીના 110 જેટલા રોડ રસ્તાના કામો અને પીવાના પાણીની યોજનાના ટેન્ડરો વગેરે મંજુર કરાવેલ છે.

આગામી દિવસોમાં શક્ય એટલા તમામ પ્રયત્નો કરી મોરબી અને માળિયા વિસ્તારના તમામ પ્રશ્નો હલ કરવાની ખાત્રી ધારાસભ્ય દ્વારા આપવામાં આવી હતી. ઉપરોક્ત કાર્યક્રમને સફળ બનાવવા રાજેશભાઈ ભીમાણી, દેવેનભાઈ શેરશિયા, જતીનભાઈ ફુલતરીયા, આઈ.ટી.સેલ ભાજપના ઇન્ચાર્જ વિપુલભાઈ આગોલા, દિપેનભાઈ ઘોડાસરા, દિનેશભાઇ ગઢિયા, બાલુભાઈ સોરીયા, હસુભાઈ બોડા, કલ્પેશભાઈ મસોત,વગેરેએ જહેમત ઉઠાવી હતી.

- text

 

- text