પલાસણ ગામે ગૌવંશો પર થતા સતત હુમલાઓને લઈને હળવદ પોલીસ એક્શન મોડમાં

- text


ગંભીર રીતે ઘાયલ ગૌવંશને શ્રી રામ ગૌશાળાએ રીફર કરવામાં આવ્યા

હળવદ : હળવદ શહેર અને તાલુકાના જુદા-જુદા ગ્રામ્ય વિસ્તારમાં ગૌવંશો ઉપર જીવલેણ હુમલાઓનો સિલસિલો યથાવત છે. ત્યારે હળવદ તાલુકાના પલાસણ ગામે છેલ્લા પાંચેક દિવસથી સતત ગૌવંશો પર જીવલેણ હુમલાઓ થઈ રહ્યા છે. ત્યારે જીવદયા પ્રેમીઓ દ્વારા આવા અસામાજિક તત્વોને પકડી પાડી અને તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અનેક વખત આવેદન અને લેખિત મૌખિક અરજીઓ કરી હોય.

જેને ધ્યાનમાં લઈને આજરોજ હળવદ પી.આઈ દેકાવાડિયા સહિત ગૌસેવકો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને ઘાયલ ગૌવંશોની સારવાર કરી અને ગંભીર રીતે ઘાયલ ગૌવંશોને હળવદ શ્રી રામ ગૌશાળા ખાતે રીફર કર્યા હતા અને સરપંચ સહિતના ગ્રામજનોને મળી અને આ પ્રકારના શરમજનક બનાવો અટકે તે માટેની ઘટતી કાર્યવાહી હાથ ધરી હતી.

- text

 

- text