મોરબીની સાર્વજનિક હોસ્પિટલમાં દર અઠવાડિયે બે દિવસ નિઃશુલ્ક ઓપરેશન કેમ્પ

- text


પેશાબ તથા કિડનીને લગતા રોગોના નિષ્ણાંત યુરો સર્જન ડો. જીગેન ગોહેલની સેવાનો લાભ મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીની સાર્વજનિક હોસ્પિટલમાં હવેથી દર અઠવાડિયે બે દિવસ નિઃશુલ્ક ઓપરેશન કેમ્પ યોજાશે. જેમાં પેશાબ તથા કિડનીને લગતા રોગોના નિષ્ણાંત યુરો સર્જન ડો. જીગેન ગોહેલની સેવાનો લાભ મળશે.

મોરબીમાં જુના બસ સ્ટેન્ડની બાજુમાં આયુષ મલ્ટીસ્પેશિયાલીસ્ટ હોસ્પિટલમાં કાર્યરત સાર્વજનિક જનરલ હોસ્પિટલમાં દર મંગળવાર અને શુક્રવારે સવારે 10થી 1 સુધી ફ્રી ઓપરેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં પેશાબ તથા કિડનીને લગતા રોગોના નિષ્ણાંત યુરો સર્જન ડો. જીગેન ગોહેલ સેવા આપશે.

- text

આ કેમ્પમાં કિડનીની પથરીના દૂરબીનથી ઓપરેશન, પ્રોટેસ્ટની ગાંઠનું દૂરબીનથી ઓપરેશન, પેશાબની થેલીની પથરીનું ઓપરેશન, પેશાબની નળીમાં ફસાયેલ પથરીનું ઓપરેશન, પેશાબ કરવામાં તકલીફની સારવાર અને પેશાબમાં રસીની સારવાર ઉપલબ્ધ હશે. વધુ વિગત માટે મો.નં. 9228108108 ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.

- text