સરવડના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફાયર સેફટી માટે મોકડ્રિલ યોજાઈ

- text


મોરબી: ફાયર સેફટીની જાગરૂકતા માટે અને અચાનક થતા આગના અકસ્માતોમાં ફાયર સેફટીની ચકાસણી માટે સરવડ ગામે ફાયર સેફટી મોકડ્રિલનું આયોજન કરવામાં આવ્યું હતું.

રાજ્ય આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા દર મહિનાની 6 તારીખે દરેક આરોગ્ય સંસ્થામાં ફાયર સેફટી મોકડ્રિલ થાય એ માટેના ઘડાયેલા કાર્યક્રમ અંતર્ગત સરવડ ગામે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મેડિકલ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ફાયર સેફટી મોકડ્રિલ યોજવામાં આવી હતી. આગ લાગવાના બનાવ સમયે બચાવની કામગીરી, આગ કાબુમાં લેવાના સાધનોના ઉપયોગની જાણકારી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓએ આગ સમયે નિભાવવાની જવાબદારી અને વિવિધ પાસાઓ અંગે રાખવાનું થતું ધ્યાન સહિતની તમામ બાબતો અંગે આ મોકડ્રિલમાં પ્રેક્ટિકલ અને થિયરીકલ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ મોકડ્રિલમાં આરોગ્ય કેન્દ્ર સરવડના તમામ સ્ટાફે ભાગ લીધો હતો.

- text

 

- text