માળીયા-કંડલા નેશનલ હાઇવે પર કન્ટેનરચાલકે હડફેટે લેતા બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત

- text


બાઇકસવાર બાળકને ઇજા, કન્ટેનરચાલક સામે ગુનો નોંધાયો

માળીયા (મી.) : માળીયા-કંડલા નેશનલ હાઇવે પર કન્ટેનરચાલકે હડફેટે લેતા બાઈકચાલકનું સારવાર દરમિયાન મોત થયું છે. તેમજ બાઇકસવાર બાળકને ઇજા પહોંચી છે. આ અકસ્માત અંગે માળીયા (મી.) પોલીસ સ્ટેશનમાં મૃતકના દીકરાની ફરિયાદ નોંધી પોલીસે કન્ટેનરચાલક સામે ગુનો નોંધ્યો છે.

ગત તા. 23ના રોજ બપોરના આશરે એક વાગ્યાના અરશામા માળીયા-કંડલા નેશનલ હાઇવે પર નવજીવન હોટલના ખુણે કન્ટેર ટ્રક નં- જી.જે.૧૨ બી.વાય ૪૭૮૦ના ચાલકે પુરઝડપે અને ગફલત ભરી રીતે ચલાવી ફરીયાદીના પીતા ગફુરભાઇ મહમદભાઇ મોવર (ઉ.વ. 46)ના મો.સા નં.જી.જે ૦૬ સી.એફ ૪૦૧૮ને હડફેટે લઇ પાછળથી ઠોકર મારી હતી. આથી, બાઇકસવાર પડી જતા ગફુરભાઇને ડાબા પગે અને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. અને સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ થયું હતું. તેમજ સાહેદ સાઉદીન (ઉ.વ. 8)ને પગે ફેક્ચર જેવી ઇજા થઇ હતી. કન્ટેનરચાલક બનાવ સ્થળેથી ભાગી ગયો હતો. હાલમાં પોલીસે કન્ટેનરચાલકને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

- text

- text