મોરબી : ફોટા વાયરલ કરવાની ધમકી આપી સગીરા પર યુવાને દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ

- text


સગીરાના પિતાની ફરિયાદ પરથી યુવાન સામે દુષ્કર્મ અને તેના બે મિત્રો સામે મદદગારીનો ગુનો નોંધાયો

મોરબી : મોરબીના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરાને યુવાને તેના બે મિત્રોની મદદથી ઉઠાવી જઈ પોતાના રૂમે લઈ જઈ ફોટા વાયરલ કરવાની ધમકી આપીને યુવાને સગીરા પર દુષ્કર્મ ગુજાર્યું હતું. આ બનાવ અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા તાલુકા પોલીસે યુવાન સામે દુષ્કર્મ અને તેના બે મિત્રો સામે મદદગારીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની મોરબી તાલુકા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં રહેતી સગીરા પર નજર બગાડીને તેણીને ઘરમાંથી 3 મહિના પહેલા રાહુલ નારણભાઇ ચૌહાણ નામનો શખ્સ તેના બે મિત્રો જયદીપ અને સાગરની મદદથી ઉઠાવી લઈને પોતાના રૂમે લઈ ગયો હતો. જ્યાં આ રાહુલ નારણભાઇ ચૌહાણે સગીરાને તેના ફોટા વાયરલ કરવાની ધમકી આપીને તેણી પર બળજબરીથી દુષ્કર્મ ગુજાર્યું હતું. આ શખ્સે આ રીતે સગીરાને બ્લેક મેઈલ કરીને વારંવાર તેણીનું યૌન શોષણ કર્યું હતું. આથી, આ બનાવ મામલે તેણીએ સઘળી હકીકત પોતાના પરિવારજનોને જણાવતા અંતે આજે સગીરાના પિતાએ આ મામલે ત્રણેય શખ્સો સામે તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે આ બનાવમાં પોકસો એકટ દાખલ કરીને આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

 

- text