વાંકાનેર : નજીવી બાબતે પાડોશી દંપતીએ યુવાનને માર માર્યો

- text


યુવાનની ફરિયાદના આધારે દંપતી સામે ગુનો નોંધાયો

વાંકાનેર : વાંકાનેરમાં છોકરાઓની તકરારમાં યુવાનને પાડોશી દંપતીએ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ મામલે યુવાને દંપતી સામે વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત વિગતો મુજબ ફરિયાદી જાબીરભાઇ હુશેનભાઇ ખોરજીયા (ઉ.વ. ૨૫ રહે. તીથવા માજીવાળા પ્લોટ તા વાંકાનેર)એ આરોપીઓ મામદહુશેન મીમનજીભાઇ, નીયામતબેન મામદહુશેન (રહે બંને તીથવા, તા વાંકાનેર) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૨૨ના રોજ આરોપી તથા ફરીયાદીને નાના છોકરા બાબતે બોલાચાલી થતા આરોપીઓને સારૂ નહી લાગતા ઉશ્કેરાઇ જઇ ફરીને ભુંડાબોલી ગાળો આપી શરીરે ઢીકાપાટુનો માર મારી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવની પોલીસે ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text

- text