મોરબી જીલ્લામાં કોવિડ-૧૯ જાહેરનામાના ભંગ બદલ ગુરુવારે કુલ 27 કેસ કરાયા

- text


સીએનજી રીક્ષા, માલવાહક ટ્રક, પેસેન્જર કાર, બાઇક ચાલકો અને રેંકડીના ધંધાર્થીઓ વિવિધ કલમ હેઠળ દંડાયા: વાડીમાં એકઠા થયેલા 8 શખ્સો પણ ઝપટે ચડ્યા

મોરબી : જિલ્લામાં લાગુ થયેલી કોવિડ-૧૯ની ગાઈડલાઇન્સનો ભંગ કરતા વાહનચાલકો, રેંકડીના વિવિધ ધંધાર્થીઓ, માલવાહક વાહન ચાલકો, પેસેન્જર કાર ચાલકો, બાઈક સવારો સહિત કુલ 27 કેસ કરી તમામ સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી.

મોરબી સીટી એ.ડીવી. પો. સ્ટે. વિસ્તારના શાકમાર્કેટ ચોક પાસેથી 2 સીએનજી રીક્ષા ચાલકો સામે, જુના બસસ્ટેન્ડ રોડ પાસેથી કપડાંની રેંકડીના ધંધાર્થી સામે, બી.ડીવી. પો. સ્ટે. વિસ્તારમાં કુબેર સિનેમા રોડ નજીકથી એક ટ્રક ચાલક સામે, કુળદેવી પાન નજીકથી 3 શાકભાજીની રેંકડીવાળા ધંધાર્થીઓ સામે, માળીયા ફાટક પાસેથી વધુ પેસેન્જર ભરેલા રીક્ષા ચાલક સામે આઈપીસી કલમ 188, 283, મોટર વ્હિકલ એક્ટની કલમ 279 હેઠળ ગુન્હા નોંધી રીક્ષા, લારીઓ, ટ્રક સહિત ડિટેઇન કરી દંડનીય કાર્યવાહી કરાઈ હતી. જ્યારે મોરબી તાલુકા પો. મથકની હદમાં આવતા લાલપર ગામના બસ સ્ટેન્ડ પાસેથી 1 સીએનજી રીક્ષા, 1 આઈશર ચાલક સામે તથા રફાળેશ્વર ફાટક પાસે એક સીએનજી રીક્ષા ચાલક સામે વિવિધ કલમ હેઠળ ગુન્હો નોંધી ઉપરોક્ત વાહનો ડિટેઇન કરાયા હતા.

- text

વાંકાનેર સીટી પોલીસે પુલ દરવાજા નજીકથી 2 સીએનજી રીક્ષા, વઘાસિયા ટોલ નાકા પાસેથી 1 સીએનજી રીક્ષા, જિનપરા જકાતનાકા પાસેથી 1 ઇકો કાર, 4 સીએનજી રીક્ષા અને ટ્રિપલ સવારીમાં જઈ રહેલા એક એક્ટિવા ચાલક સામે અલગ અલગ કલમો હેઠળ ગુન્હો નોંધી ઉક્ત વાહનો ડિટેઇન કરી દંડનાત્મક કાર્યવાહી કરી હતી. વાંકાનેર તાલુકા પોલીસે પાડધરા રોડ પરથી વધુ પેસેન્જરો બેસાડીને જઈ રહેલી એક ઇકો કાર ડિટેઇન કરી તેના ચાલક વિરુદ્ધ કલમ 188 હેઠળ કાર્યવાહી કરી હતી.

જ્યારે માળીયાના વાગડીયા ઝાંપા પાસેથી 2 સીએનજી રીક્ષા ચાલક સામે વિવિધ કલમો હેઠળ કેસ કરી રિક્ષાઓ ડિટેઇન કરી હતી. ટંકારા નગર નાકા પાસેથી 1 બાઇક, અશોક લેલન વાહન, ખીજડિયા ચોકડી પાસેથી એક બાઇક ડિટેઇન કર્યું હતું. જ્યારે નગરનાકા પાસે એક વાડીમાં 8 શખ્સો એકઠા થતા કોવિડ-૧૯ ની ગાઈડલાઇન્સનો ભંગ કરવા બદલ તમામ સામે અટકાયતી પગલાં લઈ કેસ નોંધ્યો હતો.

- text