મોરબીની ફાયરિંગની ઘટના વધુ એકનું મોત : સામાન્ય બાબતમાં ફાયરિંગ સુધી વાત પોહચતા ખૂની ખેલ ખેલાયો

- text


સામાન્ય બાબતમાં છોકરાવો લડવા જેવી બાબતમાં બપોરે 3 વાગ્યા આસપાસ બંને જૂથ વચ્ચે અથડામણ થઈ હતી : રફીક માંડવીયાના પુત્ર આદિલના મોત બાદ મમુ દાઢીના ભત્રીજા ઇમરાનનું પણ મોત નીપજ્યું : બને જૂથના ઇજાગ્રસ્તોને રાજકોટ સારવારમાં લઈ જવાયા

મોરબી : મોરબી શહેરમાં રવિવારે ધોળા દિવસે ખાટકીવાસ વિસ્તારમાં બે જૂથ વચ્ચે થયેલી માથાકૂટમાં સશસ્ત્ર અથડામણ થઈ હતી અને બંધુકમાંથી આડેધડ ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એકનું મોત થયા બાદ અન્ય એક ઇજાગ્રસ્ત યુવાનનું પણ મોત થતા કુલ બે લોકોના મોત નિપજ્યા છે. જ્યારે બંને પક્ષના થઈને 6 જેટલા લોકોને ગંભીર ઇજા પોહચી છે. જેમને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે.

મોરબીના ખાટકીવાસ વિસ્તારમાં બારસાખ રજપૂત શેરીમાં રફીક માંડવીયા અનેં મમુ દાઢીના જૂથ વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ઘાતક હથિયારોની સાથે બંને પક્ષે સામ સામે ફાયરિંગ પણ થયા હતા. આ ઘટના આદિલ રફીકભાઇ માંડલીયા ઉ.32 નામના યુવકનું મૃત્યુ થયા બાદ વધુ એક ઘાયલ યુવાનનું મોત થયું છે. જેમાં ગંભીર રીતે ઘાયલ મમુ દાઢીના ભત્રીજા ઇમરાનનું મોત નીપજ્યું છે. આમ આ ઘાતક અથડામણમાં કુલ બે યુવકોના મોત નિપજ્યા છે. જ્યારે બંને પક્ષના મળીને 6 જેટલા લોકોને વધુ સારવાર માટે રાજકોટ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. મોરબી પોલીસે હાલ બંને પક્ષની ફરિયાદો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

સામાન્ય બાબતમાં થેયલી માથાકૂટમાં ધડાધડ ગોળીઓ ફૂટતા ખૂની ખેલ ખેલાયો

મોરબી : મોરબીના ખાટકીવાસની ફાયરિંગની ઘટના પાછળ હજુ કોઈ સત્તાવાર કારણ જાહેર થયું નથી પરંતુ સુત્રોમાં જણાવ્યા મુજબ સામાન્ય બાબતમાં છોકરાવો વચ્ચે થયેલી માથાકૂટ જોત જોતામાં મોટું સ્વરૂપધારણ કરી લેતો અને તેમાં પણ સામસામે ફાયરિંગ થતા આ ખૂની ખેલ ખેલાયો હતો.

- text

સારવાર માટે બંને જૂથના ઇજાગ્રસ્તો એકઠા થતા મોરબીની ખાનગી હોસ્પિટલે પણ માથાકૂટ થઈ હતી

સુત્રોમાં જણાવ્યા મુજબ ખાટકીવાસમાં માથાકૂટ થયા બાદ બંને જૂથના ઇજાગ્રસ્તો મોરબીમાં એક જ ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે એકઠા થતા ત્યાં પણ બંને જૂથના લોકો વચ્ચે માથાકૂટ થઈ હતી. જેથી ઇજાગ્રસ્તો ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવાના બદલે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા.

- text