હળવદ : જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સો ઝડપાયા

- text


હળવદ : હળવદ પોલીસે ગતરાત્રે જાહેરમાં ઘોડીપાસાનો જુગાર રમતા ચાર શખ્સોને ઝડપી લીધા હતા. આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ સ્ટાફે તા. ૨૯ના રોજ બાતમીના આધારે હળવદના મોરબી દરવાજા પાસે મોટા ફળીયામા રસ્તા ઉપર ખુણામા સ્ટ્રીટ લાઇટના અજવાળે જાહેરમાં ઘોડીપાસા વતી પૈસાની હારજીતનો જુગાર રમતા રઝાકભાઇ આમદભાઇ ભટ્ટી, જાકીરભાઇ દાઉદભાઇ ચૌહાણ, એહમદભાઇ કાસમભાઇ ભટ્ટી, અલ્લાઉદીનભાઇ મહમદભાઇ ચૌહાણને રોકડા રૂ. ૧૧,૯૧૦ તથા ઘોડી પાસા નંગ ૨ મળી કુલ રૂ. ૧૧,૯૧૦ ના મુદામાલ સાથે ઝડપી લઈને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

- text

- text