મોરબીમાં સમતા ફાઉન્ડેશન દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે વક્તૃત્વ સ્પર્ધા યોજાઈ

- text


મોરબી : ગઈકાલે ૭૧માં રાષ્ટ્રીય સંવિધાન દિવસ નિમિત્તે ‘વર્તમાન સમયમાં સંવિધાનનું મહત્વ’એ વિષય પર સમતા ફોઉન્ડેશન-મોરબી દ્વારા વર્ચ્યુલ વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરેલ હતું. તેના ઇનામ વિતરણ કાર્યક્રમમાં મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાએ ખાસ ઉપસ્થિતિ આપી વિજેતાઓને પ્રોત્સાહિત કર્યા હતા.

આ કાર્યક્રમની શરૂઆત સંવિધાનના રચયિતા ડો. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર ચડાવીને કરી હતી. આ તકે ભારતીય સંવિધાનના આમુખનું વાંચન કરી ભારતીય નાગરિક તરીકે સંવિધાનનું પાલન કરવાના શપથ લેવામાં આવ્યા હતા. આ સ્પર્ધામાં કુલ ૨૮ લોકોએ ભાગ લીધેલ હતો. જેમાંથી ત્રણ સ્પર્ધકોને વિજેતાઓને જાહેર કરવામાં આવ્યા હતા. જેમાં પ્રથમ ક્રમાંક મિથુન વાલજીભાઈ રાણવા, દ્વિતીય ક્રમાંક ધ્રુવીલ વિરલભાઈ જાનાણી અને તૃતીય ક્રમાંક પર સત્યરાજસિંહ વિક્રમસિંહ જાડેજા રહયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સમતા ફાઉન્ડેશનના તમામ સભ્યોએ જહેમત ઉઠાવી હતી.

- text

- text