લજાઈથી વાંકાનેરના સ્ટેટ હાઇવે લિંકરોડને નવેસરથી બનાવવાની માંગ

- text


હડમતીયાના જિલ્લા પંચાયતના સદસ્યની માર્ગ અને મકાન વિભાગને રજુઆત

ટંકારા : ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર નેશનલ હાઇવે-સ્ટેટ હાઇવે લિંકરોડને નવેસરથી બનાવી પહોળાઈ વધારવાની માંગ સાથે હડમતીયાના જિલ્લા પંચાયતના સદસ્ય દિનાબેન અનિલભાઈ કામરીયા દ્વારા માર્ગ અને મકાન વિભાગના અધિક્ષક ઈજનેરને રજુઆત કરવામાં આવી છે.

- text

રજુઆતમાં જણાવ્યા મુજબ ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર રાજ્ય ધોરીમાર્ગ લાંબા સમયથી ખખડધજ હાલતમાં છે. આ રોડ ઉપર સુપ્રસિદ્ધ યાત્રાધામ જડેશ્વર મંદિર તથા અનેક ઉધોગો સ્થાપિત થયા છે જેથી આ માર્ગ ઉપર વાહન પરિવહન ખુબ મોટા પ્રમાણમાં રહે છે. પણ ટંકારા તાલુકાના લજાઈ ગામથી વાંકાનેર રાજ્ય ધોરીમાર્ગ લાંબા બિસ્માર હોવાથી વાહન ચાલકોને ભારે હાલાકી પડે છે. આ માર્ગ ખરાબ હોવાની સાથે ખૂબ જ સાંકડો હોવાથી વાહનો સામસામે આવતા અકસ્માતની પણ ભીતિ રહે છે. આથી લજાઈ ગામથી વાંકાનેર રાજ્ય ધોરીમાર્ગને નવેસરથી બનાવી પહોળો કરવાની તેમણે માંગ ઉઠાવી છે.

- text