મોરબીમાં ખૂટીયાનો આંતક, રામ ચોકમાં મચાવ્યું દંગલ

- text


મોડી સાંજે બે ખુટિયાઓએ ભરચકક વિસ્તારમાં ઘમાસાણ મચાવતા વાહન ચાલકો ભયભીત બન્યા

મોરબી : મોરબીમાં ઘણા સમયથી તંત્રની બેદરકારીના કારણે રઝળતા ઢોરના ત્રાસ વચ્ચે આજે ફરી એકવાર ખુટિયાઓએ આંતક મચાવ્યો હોવાનું સામે આવ્યું છે.મોરબીના શનાળા રોડ ઉપર રામ ચોક ઉપર બે ખુટિયાઓએ સામસામા શીંગડા ભરાવીને દંગલ મચવ્યું હતું.આજે મોડી સાંજે બે ખુટિયાઓએ ભરચકક વિસ્તારમાં ઘમાસાણ મચાવતા વાહન ચાલકો ભયભીત બન્યા હતા.

મોરબીના ભરચકક વિસ્તાર રામ ચોકમાં આજે મોડી સાંજના સમયે બે ખુટિયાઓ અચાનક ભૂરાટા થયા હતા અને બન્ને ખુટિયાઓએ એકબીજાના શીંગડા ભરાવીને રામ ચોકના જાહેર રોડને રીતસર બાનમાં લીધો હતો.ખુટિયાઓએ આ જાહેર રોડને યુદ્ધનું મેદાન બનાવી દઈને રોડ ઉપર આમતેમ ભારે ધામાસાણ મચવ્યું હતું અને ખુટિયાઓ છુટા પડવાનું નામ જ ન લેતા હોય તેમ આ જાહેર રોડ ઉપર ખાસ્સો સમય સુધી દંગલ મચાવ્યું હતું.જેથી વાહન ચાલકો માંડ માંડ બચીને નીકળતા જોવા મળ્યા હતા.ખુટિયાઓના આંતકથી વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

- text

અત્રે ઉલ્લેખનીય છે કે ,શહેરમાં લાંબા સમયથી રઝળતા ઢોરનો ત્રાસ છે અવારનવાર આવી રીતે આખલા યુદ્ધ થાય છે.શહેરનો કોઈ વિસ્તાર ખુટિયાઓના ત્રાસથી બાકાત નથી.જોકે તંત્રએ હમણાં રઝળતા ઢોરનો ત્રાસ દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.પણ આ કાર્યવાહી નક્કર અને પરિણામલક્ષી ન રહેતા લોકોને રઝળતા ઢોરનો ત્રાસ સહન કરવા સિવાય કોઈ છૂટકો જ રહ્યો નથી.

- text