મોરબી-માળીયા હાઈવે પર ટ્રિપલ વાહન અકસ્માત, એક ઈજાગ્રસ્ત

- text


મોરબી : મોરબી-માળીયા હાઈવે પર ટ્રિપલ વાહન અકસ્માત સર્જાયો હતો. જેમાં એક વ્યક્તિને ઈજા પહોંચી છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

આ બનાવની મળતી માહિતી મુજબ મોરબીના વાવડી રોડ પર આવેલ રવિપાર્કમાં રહેતા વલ્લભભાઈ ખીમજીભાઈ ભલગામાએ ફરિયાદ લખાવી છે કે મોરબી માળિયા હાઈવે પર આવેલ રવિરાજ ચોકડી નજીક આરોપી ટેન્કર જીજે ૧૨ બીડબ્લ્યુ ૮૮૪૫ના ચાલકે પોતાનું ટેન્કર વળાંક વાળવા સમયે કાવું મારી ફરિયાદી વલ્લભભાઈના મોટર સાઈકલ જીજે ડીજે ૫૭૦૫ ને પાછળથી ઠોકર મારી પછાડી દઈ પગમાં ગંભીર ઈજા કરી હતી. તેમજ સાહેદની વર્ના કારને પણ પાછળથી ઠોકર મારી હતી. હાલમાં પોલીસ દ્વારા બનાવની વધુ તપાસ કરવામાં આવી રહી છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text