મહેન્દ્રનગરમાં યુવકે ઝેરી દવા પી જતા સારવાર દરમિયાન મોત

- text


મોરબી : મોરબી તાલુકાના મહેન્દ્રનગર ગામમાં યુવકે દવા પી જતા સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. આ બનાવ અંગે મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

મહેન્દ્રનગરમાં રહેતા વિપુલભાઇ ચનાભાઇ બારોટ (ઉ.વ. 23)એ અગમ્ય કારણોસર પોતાના ઘરે જંતુનાસક દવા પી લીધી હતી. આથી, સારવાર અર્થે મોરબીની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેનું મૃત્યુ નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text