નવા દેરાળા ગામે ફટાકડા ફોડવાની બાબતે પાડોશીઓ બાખડયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના નવા દેરાળા ગામે ફટાકડા ફોડવાની બાબતે બઘડાટી થઇ ગઈ હતી. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

નવા દેરાળા ગામે રહેતા રાજુભાઇ માલાભાઇ મેરએ લખમણભાઇ ઉર્ફે કાળુભાઇ ગગજીભાઇ સરવૈયા તથા તેમના પત્ની રેખાબેન સામે ફરિયાદ નોંધાવી છે કે ફરીયાદીનો પુત્ર અનીલ ઘર પાસે શેરીમાં ફટાકડા ફોડતો હતો. જેથી, આરોપીઓએ આવી ફટાકડા ફોડવાની ના પાડી ગાળો બોલી લાકડી વડે અનીલ, જશુબેન તથા નૈનાબેનને હાથ-પગ, વાંસામાં તથા કાન પર માર મારી ઇજાઓ કરી હતી. અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં પોલીસે આરોપીઓની અટક કરી છે.

- text


વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate

- text