- text
મોરબી : બંધુનગર નજીક કાર અને રીક્ષા વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત થયું છે. આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.
ગત તા. 16ના રોજ રાતના 8 વાગ્યા આસપાસ નેશનલ હાઇવે પર બંધુનગર નજીક કાર નં. આર.જે.૦૫.યુ.એ.૮૦૦૮ના ચાલક પહેલવાનસીગ સમેરસીગ ગુજજર (રહે. મલ્ટીસ્ટોન, લુણસર ચોકડી, તા.વાંકાનેર)એ પોતાની કારના સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આથી, કાર રોડ પરની રેલિંગ તોડી રોન્ગ સાઇડમા પલ્ટી ખાઇ ગઈ હતી. અને કારનો રીક્ષા સાથે એકસીડન્ટ થયો હતો. કારમાં બેઠેલ રાજેશભાઇ ખીમસીગ ખપેડને નાક પર ગંભીર પ્રકારની ઇજાઓ તથા હાથે-પગે ઇજાઓ થવાથી તેનું મૃત્યુ થયું હતું. આ બનાવમાં પોલીસે આરોપી પહેવાનસીંગની અટકાયત કરી છે.
- text
વિનંતી : દિવાળીના તહેવારની રજાના કારણે મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપમાં સમાચારો મોડા શેર થઇ શકે છે. માટે દરેક વાચકોને વિનંતી છે કે આપ ટેલિગ્રામ એપ્લિકેશન પર Morbi Updateની ચેનલ જોઈન કરી શકો છો. જેમાં મોરબી અપડેટના તમામ સમાચારો સૌથી પેહલા ટેલિગ્રામ પર ઓટોમેટિક શેર થાય છે. મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરવા નીચેની લિંક પર ક્લીક કરો…
https://t.me/morbiupdate
- text