મોરબીની કોલેજ દ્વારા દિવાળી નિમિતે બોર્ડર પર તૈનાત જવાનોને વિશેષ પ્રશસ્તિ પત્ર અર્પણ કરાયું

“કૃતજ્ઞતા અભિવ્યક્તિ પર્વ” ની ઉજવણીની ભાગ રૂપે પી.જી.પટેલ કોલેજના સંચાલકોએ દિવાળીની સાર્થક ઉજવણી કરી

મોરબી : આપણાં દેશ ના વીર સૈનિકો કે જેઓ દિવાળી જેવા મહા પર્વ ના દિવસે પણ પોતાના સ્વજનો અને પરિવાર થી દૂર રહી ભારત માતા ની રક્ષા કાજે દિવસ રાત જોયા વગર પોતાની ફરજ પર અડગ છે. તેમની આ નિશ્વાર્થ સેવા અને કર્તવ્ય નિષ્ઠા ને લીધે જ સમગ્ર દેશવાસીઓ પોતાના પરિવાર સાથે શાંતિપૂર્વક માહોલ માં અને સલામતીપૂર્વક તહેવારો ની ઉજવણી કરી શકીએ છીએ. ત્યારે મોરબીની પી.જી.પટેલ કોલેજ દ્વારા સંસ્થાના સ્થાપક દેવકરણભાઈ આદ્રોજા તથા આચાર્ય ડો.રવિન્દ્રભાઈ ભટ્ટની રાહબરી હેઠળ દિવાળીના પ્રકાશ પર્વની ભારત-પાકિસ્તાન કરછ બોર્ડર પર “કૃતજ્ઞતા અભિવ્યક્તિ પર્વ” તરીકે વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

જેમાં આપણાં દેશ ના આ જવાનો અને BSF (સીમા સુરક્ષા બલ) પ્રત્યે કૃતજ્ઞતા ની અભિવ્યક્તિ કરવાના ભાગ રૂપે દિવાળી ના શુભ દિવસે જ કરછ સરહદે આવેલ ભારત-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત આપણાં સૈનિકોની રૂબરૂ મુલાકાત લઈ વિશેષ પ્રશસ્તિ પત્ર અર્પણ કરી “કૃતજ્ઞતા અભિવ્યક્તિ પર્વ”ની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી.

અત્રે ખાસ ઉલ્લેખનિય છે કે છેલ્લા 3 વર્ષોથી દિવાળી ના શુભ દિવસે જ કરછ સરહદે આવેલ ભારત-પાકિસ્તાન બોર્ડર પર તૈનાત આપણાં સૈનિકોની રૂબરૂ મુલાકાત લઈ 1000 કિલોગ્રામ જેટલી શુદ્ધ ઘી ની મીઠાઈઓ નું વિતરણ કરી ને આ વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે જેમાં કોલેજ ના વિધાર્થીઓ પણ જોડાય છે પરંતુ આ વખતે Covid-19 મહામારી ને લીધે સલામતી ના ભાગરૂપે અને સરકારની માર્ગદર્શિકા નું ચુસ્ત પાલન કરવાના હેતુથી મીઠાઈઓ નું વિતરણ અને વિધાર્થીઓની મુલાકાત સ્વેછાએ મોકૂફ રાખેલ છે.

આ વિશેષ ઉજવણી સંસ્થા ના પ્રમુખ દેવકારણભાઈ આદ્રોજાની પ્રેરણા અને સંસ્થા ના આચાર્ય ડો. રવિન્દ્ર ભટ્ટ ના અથાગ પ્રયત્નો થી સફળતાપૂર્વક સંપન્ન થયું હતું. ઉપરોક્ત વિશેષ ઉજવણી માં સંસ્થા ના આચાર્ય ડો. રવિન્દ્રભાઈ ભટ્ટ સાથે કોલેજ સ્ટાફ, દિનેશભાઈ વિડ્જા, મયુરભાઈ કકકડ, પ્રણવભાઈ વિડ્જા, હિરેનભાઈ કકકડ અને દીપભાઈ મણિયાર વગેરે જેવા અગ્રણી ઉધ્યોગપતિઓ તેમજ સામાજિક અગ્રણીઓ જોડાયા હતા.