દાઉદી વ્હોરા સમાજના યુવાનોએ જરૂરિયાતમંદ બાળકોને કપડાં, બુટ-ચપલની દિવાળીની ભેટ આપી

મોરબી: અંધકારથી ઉજાશના પર્વ એવા દિવાળીની દેશભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. દિવાળીની લોકો ઘરના સભ્યો માટે કપડાં મીઠાઈની ખરીદી કરી ઉજવણી કરવામાં આવે છે તો ક્યારેક વિવિધ સંસ્થાઓ ગરીબ પરીવારને જરૂરી ચીજ વસ્તુઓ આપી સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય છે.આવી જ સેવાકિય ઉજવણી મોરબી દાઉદી વહોરા સમાજના યુવાનોએ દ્વારા શહેરમાં આવેલ ઝૂંપડપટ્ટીમાં રહેતા ગરીબ કુટુંબના બાળકો માટે કપડાં, સ્લીપર, બૂટ, ચશ્માનું વિતરણ કરવામાં આવ્યું હતું. વ્હોરા સમાજના આ પ્રેરણાદાયી કાર્યક્રમથી ઝુપડપટ્ટીના બાળકોના ચેહરા પર ખુશી છવાઈ ગઈ હતી.