મોરબી : રીક્ષામાં બેસાડી લૂંટ કરતી ત્રિપુટી પૈકી બે આરોપીઓ ઝડપાયા

- text


મોરબી : ગઈકાલે તા. 11ના રોજ મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફ ખાનગી વાહનમાં પોલીસ સ્ટેશન વીસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. આ દરમ્યાન પોલીસ સ્ટાફને મળેલ બાતમી આધારે મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાનાં આરોપીઓ નિલેશભાઇ ઉર્ફે કાલી ભુપતભાઇ ગેડાણી (રહે. પોપટપરા, રાજકોટ) તથા અરવીંદભાઇ ઉર્ફે કની પોલાભાઇ કાંજીયા (રહે. નવાગામ, રાજકોટ) રીક્ષાનાં રજી. નં. GJ-03-BX-0658 સાથે કુબેર ટોકીઝ સામે સર્વીસ રોડ પાસેથી પકડાયેલ હતા.

પોલીસે બન્ને આરોપીઓની પૂછપરછ કરતા રીક્ષામાં બેસાડી લૂંટ કરવાના ગુનાની કબુલાત આપતા હોય અને પકડાયેલ બન્ને આરોપીઓ પાસેથી ગુનામાં ગયેલ રોકડા રૂપિયા 15,000 રિકવર કરી તથા ગુનામાં વાપરેલ રીક્ષા કિં.રૂ. 50,000 ગણી એમ કુલ મુદામાલ કિં.રૂ. 65,000 કબ્જે કરી મજકુર બન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા તજવીજ કરેલ છે. આ કેસના અન્ય એક આરોપી ગટી રાણાભાઇ (રહે માલધારી સોસાયટી, જુના યાર્ડ પાછળ, રાજકોટ)ને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે. તેમજ પોલીસે પોકેટ કોપ મોબાઇલ પર સર્ચ કરતા આરોપી અરવિંદનો ગુનાહીત ઇતિહાસ જાણવા મળેલ છે.

- text

આ કામગીરીમાં પો.હે.કો. ઇતિયાઝભાઇ જામ, પો.હે.કો. ક્રીપાલસીંહ ચાવડા, પો.હે.કો. અર્જુનસિંહ ઝાલા, પો.કો. ઋતુરાજસિંહ જાડેજા, પો.કો. દેવસીભાઇ મોરી, પો.કો. રમેશભાઇ મિયાત્રા, પો.કો. ભગીરથભાઈ લોખીલ તથા પો.કો. મુકેશભાઇ જીલરીયા વિગેરે જોડાયેલ હતા.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text