ભાજપ અને કોંગ્રેસે ઉત્સાહપૂર્વક મતદાન કરવા બદલ મતદારોનો માન્યો આભાર

- text


 બંને ઉમેદવાર અને બંને પક્ષના પ્રમુખોએ આભાર વ્યક્ત કરી મતદારોને બિરદાવ્યા : સાથે બંને ઉમેદવારે કર્યા જીતના દાવા

મોરબી : મોરબી-માળીયા વિધાનસભા બેઠકની મંગળવારે પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં કોરોના વચ્ચે પણ મતદારોએ ઉત્સાહ પૂર્વક મતદાન કર્યું હતું. જે બદલ ભાજપ કોંગ્રેસના ઉમેદવારો અને બન્ને પક્ષના હોદેદારોએ તમામ મતદારોનો જાહેર આભાર વ્યક્ત કર્યો છે અને બહુમતીથી પેટા ચૂંટણીમાં જીતના દાવા કર્યા છે.

- text

મોરબી માળીયા વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બ્રિજેશ મેરજા, કોંગ્રેસના ઉમેદવાર જયંતિભાઈ જેરાજભાઈ પટેલ અને મોરબી જિલ્લા ભાજપ પ્રમુખ રાધવજીભાઈ ગડારા તેમજ મોરબી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ લલિતભાઈ કગથરાએ મોરબી માળીયા વિધાનસભા બેઠકના મતદારોનો જાહેર આભાર વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, કોરોનાની મહામારી વચ્ચે ગઈકાલે મંગળવારે યોજાયેલી મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદારોએ સોશ્યલ ડિસ્ટન્સ તેમજ કોરોના અંગેની સરકારની તમામ ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરીને ઉત્સાહપૂર્વક મતદાન કરીને લોકશાહીના પર્વની ઉજવણી કરી હતી. જે બદલ તેમણે મોરબી માળીયાના તમામ નાગરિકોને અભિનંદન પાઠવ્યા હતા અને મતદારોનો જાહેર આભાર માન્યો હતો. તેમજ આ બન્ને પક્ષના નેતાઓએ આ પેટા ચૂંટણીમાં બહુમતીથી જીત મેળવવાના દાવા કર્યો છે.

- text