વાંકાનેર : માતા-પુત્ર ઉપર ચાર લોકોએ હુમલો કર્યાની ફરિયાદ

- text


કુટુંબના ચાર સભ્યોએ હુમલો કરીને જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

વાંકાનેર : વાંકાનેર તાલુકાના સતાપર ગામે દારૂના ગુન્હામાં પકડાવ્યો હોવાની શંકા કરીને યુવાન અને તેની માતા ઉપર તેમના જ કુટુંબના ચાર સભ્યોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની વાંકાનેર પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ છે. વાંકાનેર પોલીસે આ બનાવની ફરિયાદ પરથી ચાર આરોપીઓ સામે ગુન્હો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

- text

આ મારામારીના બનાવની વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર વાંકાનેર તાલુકાના સતાપર ગામે રહેતા ખેતી તથા ડ્રાઇવીંગનો ધંધો કરતા કાળુભાઇ રત્નાભાઇ સારેસા (ઉ.વ. ૨૨) એ આરોપીઓ સુરેશભાઇ કરશનભાઇ સારેસા, જગદિશ કરશન સારેસા, કરશનભાઇ દેહાભાઇ સારેસા, કાળીબેન કરશનભાઇ સારેસા સામે ફરિયાદ નોંધાવી હતી કે ,ફરીયાદી તથા આરોપીઓ અકેજ કુટુંબના સભ્યો છે. દરમ્યાન આરોપીઓ અગાઉ દારૂના ગુન્હામાં પકડાયા હોય તેમાં આ ફરિયાદીએ જ પોલીસની બાતમી આપીને આરોપીને દારૂના ગુન્હામાં પકડાવ્યો હોવાની શંકા કરીને ફરીયાદી તથા તેમની માતા રાણીબેનને ગાળો આપી લાકડી વડે હાથ તથા વાસામાં મુંઢમાર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વાંકાનેર પોલીસે આ બનાવ અંગે યુવાનની ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text