મોરબી : નવજાત શિશુઓ અને સગર્ભા મહિલાઓને આધાર કાર્ડ માટે થયો ધરમનો ધક્કો

- text


મોરબીના સામાકાંઠે આંગણવાડીમાં આધારકાર્ડના કેમ્પમાં બોલાવ્યા બાદ કોમ્પ્યુટર ઓપરેટરો ફરક્યા જ નહીં

મોરબી: મોરબીના સામાકાંઠા સ્થિત ગાંધી સોસાયટીમાં આવેલી આંગણવાડીમાં ભડીયાદ અને ગાંધી સોસાયટી વિસ્તારની સગર્ભા મહિલાઓ તેમજ નવજાત શિશુઓ માટે આધાર કાર્ડ કાઢવાની કામગીરી માટે આજે સોમવારે કેમ્પનું આયોજન કરી લોકોને બોલાવવામાં આવ્યા હતા. સવારે 10:30 વાગ્યા સુધીમાં આશરે 25થી 30 જેટલા સગર્ભા મહિલાઓ અને નવજાત શિશુઓની માતાઓ આધાર કાર્ડ કઢાવવા માટે આવી પહોંચ્યા હતા. જોકે આધારકાર્ડની કામગીરી કરવા માટે કોમ્પ્યુટર ઓપરેટર સમયસર ન આવતા ઉપરોક્ત સ્થળે પહોંચેલા તમામ લાભાર્થી લોકો પરેશાન થયા હતા.

આ બાબતે આંગણવાડી ઇન્ચાર્જનો ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કરતા લોકોના ફોન તેઓ રિસીવ ન કરતા હોય ઘટકના ઇન્ચાર્જનો ફોન પણ સ્વીચઓફ આવતો હોય નવજાત શિશુઓથી લઈ 8-10 માસના બાળકોને લઈને આવેલી માતાઓ અને સગર્ભા મહિલાઓ પરેશાનીમાં મુકાઈ હતી.

- text



મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text