મોરબી : હાર્દિક પટેલના રામ મંદિર મુદ્દે વિવાદાસ્પદ વિધાનના વિરોધમાં રાષ્ટ્વાદી પ્રખર સંગઠન મેદાને

- text


ગામડે-ગામડે રામજી મંદિરમાં યુવાનોને ઝાલર વગાડવાનું આહવાન કર્યું : હાર્દિક પટેલ અયોધ્યા જઈને ભગવાન શ્રી રામની માફી માંગે તેવી ઉગ્ર માંગ

મોરબી : મોરબી માળીયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પ્રચાર માટે ગઈકાલે ઘાટીલા ખાતે પ્રદેશ કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હાર્દિક પેટલના અયોધ્યાના રામ મંદિર મામલે વિવાદાસ્પદ વિધાનના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે.હાર્દિક પટેલના રામ મંદિર.મુદ્દે વિવાદાસ્પદ વિધાનના વિરોધમાં રાષ્ટ્વાદી પ્રખર સંગઠન મેદાને પડ્યું છે અને ગામડે-ગામડે રામજી મંદિરમાં યુવાનોને ઝાલર વગાડવાનું આહવાન કર્યું છે અને હાર્દિક પટેલ અયોધ્યા જઈને ભગવાન શ્રી રામની માફી માંગે તેવી ઉગ્ર માંગ કરી છે.

મોરબી સ્થિત રાષ્ટ્વાદી પ્રખર સંગઠને લેખિતમાં જણાવ્યું હતું કે ,મોરબી વિધાનસભા બેઠકની.પેટા ચૂંટણીના પ્રચાર દરમ્યાન કોંગ્રેસના ઉમેદવાર જયંતીભાઈ પટેલના સમર્થનમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકરી પ્રમુખ હાર્દિક પટેલે ગઈકાલે માળીયાના ઘાટીલા ગામે જાહેર સભા ગજવી હતી.જેમાં હાર્દિક પટેલે હિન્દૂ સમાજની લાગણી દુભાઈ તે રીતે અયોધ્યાના રામ મંદિર મુદ્દે વિવાદાસ્પદ નિવેદનો કર્યા હતા.હાર્દિક પટેલે કહ્યું હતું કે ,અહીંયા ગામડે ગામડે રહેલા રેમ મંદિરમાં પણ યુવાનો ઝાલર વગાડવા જતા નથી તો અયોધ્યામાં રામ મંદિરે કોણ જવાનું ? તેવા વિધાનથી સમગ્ર હિન્દૂ સમુદાય રોષે ભરાયો છે.જોકે અગાઉ પણ કોંગ્રેસે કોર્ટમાં એફિડેવિટ કરીને હિંદુઓના ઇષ્ટદેવ ભગવાન શ્રી રામને કાલ્પનિક પાત્ર તરીકે ચીતર્યા હતા.ત્યારે હાર્દિક પટેલના અપમાનજનક વિધાનના વિરોધમાં આ સંગઠને ગામડે ગામડે જઈને યુવાનોને રામ મંદિરમાં ઝાલર વગાડવાની હાકલ કરી છે અને આ ઝાલર વગાડવાનો કાર્યક્રમ થાય ત્યાં સુધીમાં કોંગ્રેસના નેતાઓ હાર્દિક પટેલ, જયંતીભાઈ પટેલ ,લલિતભાઈ કગથરા સહિતના અયોધ્યા રામ મંદિરમાં જઈને ભગવાન રામની માફી માંગે અને માફી નહિ માંગે ત્યાં સુધી મોરબીની જનતા માફ નહિ કરે તેવું જણાવ્યું છે.

- text



મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text