અનુજ સર્જીકલ હોસ્પિટલ અને મેટરનીટી હોમ જ્યાં બે દાયકાથી મળે છે સગર્ભા મહિલાઓને ઉત્તમ સારવાર

- text


એકવીસમાં વર્ષમાં પ્રવેશ નિમિત્તે પુલકિત ઋણ સ્વીકાર કરતા મહિલા તબીબ ડૉ. શ્રીમતી ભાવના જાની ભટ્ટ

(પ્રમોશનલ આર્ટિકલ) મોરબી : મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે 9 વર્ષની સેવા આપ્યા બાદ છેલ્લા 20 વર્ષોથી શનાળા રોડ સ્થિત અનુજ હોસ્પિટલે દર્દીઓ અને સગર્ભા મહિલાઓનો અવિરત અને અઢળક પ્રેમ મેળવ્યો છે. 2 પૃથ્વીરાજ પ્લોટ, ગુરુ દત્તાત્રેય મંદિર પાછળ આવેલી આ અનુજ સર્જીકલ હોસ્પિટલ અને મેટરનીટી હોમના ડૉક્ટર શ્રીમતી ભાવના જાની ભટ્ટ (MD. Obstetrician & Gynaecologist) દ્વારા છેલ્લા 20 વર્ષોથી કાર્યરત છે ત્યારે તબીબી કારકિર્દીના 29 વર્ષ પણ તેઓ પુરા કરી રહ્યા છે.

શ્રીમતી ડૉ. ભાવનાબેન હંમેશાથી માનતા આવ્યા છે કે તબીબી વ્યવસાય હંમેશા પારદર્શી હોવો જોઈએ અને એટલે જ ડાઘ વિહીન હોવો જોઈએ. તબીબી ક્ષેત્રે 29 વર્ષ પૂર્ણ કરી 30માં વર્ષમાં પ્રવેશ કરતા મહિલા તબીબ આ ક્ષણે ગર્વભેર કહી શકે છે કે સિવિલ હોસ્પિટલની 9 વર્ષની સેવા કામગીરીથી લઈને અનુજ હોસ્પિટલની બે દાયકાની કારકિર્દી દરમ્યાન તેઓએ સેવા-સમર્પણના વ્યવસાયને ક્યારેય ડાઘ લાગવા દીધો નથી. જો કે, આ ઉપલબ્દ્ધિને તેઓ પોતાની વ્યક્તિગત અસ્કયામત નહીં પણ ઈશ્વરકૃપા, વડીલોના આશીર્વાદ, પરિવારની હૂંફ અને દર્દીનારાયણ તેમજ તેઓના પરિવાર તરફથી મળેલો ઉપહાર સમજે છે.

- text

તબીબી વ્યવસાય સાથે સંગીત અને નૃત્યકલાનો સુભગ સમન્વય ભાગ્યે જ જોવા મળતો હોય છે ત્યારે ડૉ. ભાવના જાની ભટ્ટ ગાયન અને કથ્થક નૃત્યમાં એમ બન્નેમાં વિશારદ (BA)ની ડબલ ડીગ્રી પણ ધરાવે છે. દર્દીઓની સેવા-શ્રુસુતા કરતા સમયે એમનો સંગીત-નૃત્યનો શોખ અને નિપુણતા ડૉકટરી વ્યવસાયમાં ઘણી વખત આવતા માનસિક તણાવ ઘટાડવામાં પૂરક બનતો આવ્યો છે. બે દાયકાની સ્વચ્છ કારકિર્દી દરમ્યાન આત્મસંતોષ મેળવી છેલ્લા બે વર્ષોથી ડૉ. શ્રીમતી ભાવનાબેન જાની ભટ્ટ મોરબીની સિવિલ હોસ્પિટલમાં જુનિયર ડૉક્ટરોને ઓબસ્ટેટ્રિક્સ અને ગાયનેકોલોજી વિષયનું માર્ગદર્શન-જ્ઞાન આપવાનું કાર્ય કરી રહ્યા છે જેને તેઓ પોતાનું સદભાગ્ય માને છે.  આજે તેમની હોસ્પિટલના 30માં વર્ષમાં  મંગલ પ્રવેશ નિમિતે  ડૉ. પ્રદીપ જી. ભટ્ટ (અનુજ હેલ્થકેર ક્લિનિક) તથા ડૉ. અનુજ પી. ભટ્ટ (MBBS અને કોવિડ 19 વોરિયર્સ) સહિતના લોકો તરફથી તેમની હોસ્પિટલના લેન્ડલાઈન ફોન નંબર 250100 તથા રેસી.નંબર 250200 પર શુભેચ્છાઓ વરસી રહી છે.

 

- text