ઢુવા ગામ નજીક 320 લી. કેફી પીણાંનો જથ્થો ઝડપાયો

વાંકાનેર : ઢુવા ગામ નજીક 320 લી. કેફી પીણાંનો જથ્થો ઝડપાયો છે. આ બનાવમાં 5 શખ્સો સામે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ મુજબ ગુનાની નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 29ના રોજ નવા ઢુવા ગામ પાસે પાવર હાઉસની પાછળ ઓરડીમાં ગે.કા. પાસ પરમીટ કે આધાર વગર પ્લા.ના કુલ બાચકાઓ નંગ 10, જેમાં 5 લીટરની ક્ષમતાવાળી કોથળીઓ નંગ 29 તથા 250 મી.લી.ની ક્ષમતાવાળી પ્લાસ્ટીકની કોથળીઓ નંગ 700 મળી કુલ કેફી પીણું આશરે લીટર 320 (કિં.રૂ. 6400)નો મુદામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આ મુદામાલ રવિભાઇ મુકેશભાઇ ચાવડા, રાહુલભાઇ મુકેશભાઇ ચાવડા, પ્રદિપ દેવાભાઇ રાજગોર, વિજયસિંહ અજીતસિંહ ઝાલા તથા પિન્ટુભાઇ ઉર્ફે પ્રતીકસિંહ ઝાલાએ વેચાણ કરવાના ઇરાદે રાખેલ હતો. પોલીસની રેઇડ દરમિયાન હાજર આરોપીઓ રવિ અને રાહુલને પકડી પાડવામાં આવ્યા છે. તેમજ અન્ય 3 આરોપીઓને પકડવા તજવીજ હાથ ધરાઈ છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate