ટંકારા : ‘અહીં કેમ ભેંસો ચરાવો છો’ તેમ કહી વૃદ્ધ પર હુમલો

બે શખ્સોએ હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધાઇ

ટંકારા : ટંકારાબ લજાઈ ગામે ભેંસો ચરાવવા મુદ્દે વૃદ્ધ ઉપર બે શખ્સોએ હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે વૃદ્ધે બે શખ્સો સામે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ મારામારીના બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના લજાઈ ગામે રહેતા ઇન્દુભા અણદુભા ઝાલા (ઉ.વ.૬૫)એ આરોપીઓ નરભેરામભાઇ ઉર્ફે નભો જયંતિલાલ કોટડીયા અને યોગેશભાઇ જયંતિલાલ કોટડીયા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૨૯ના રોજ સવારના આશરે સાડા નવેક વાગેના સુમારે ફરીયાદી લજાઈ ગામે પોતાના ખેતર પાસેની વેણમાં ભેંસો ચારતા હોય ત્યારે આરોપીઓ આવી અહીઆ કેમ ભેંસો ચરાવો છો તેમ કહી ગાળો આપી આરોપીઓએ કોદારીથી તથા લોખંડના પાઇપથી ફરીયાદીને માથામા તથા બંને હાથમાં તથા પગમાં માર મારી હાથમાં તથા પગમાં ફેકચર જેવી ઇજા કરી તેમજ માંથામાં ગંભીર ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ટંકારા પોલીસે આ બનાવની ફરિયાદ પરથી બન્ને આરોપીઓ સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate