મોરબીમાં ત્રણ કલાકથી બીએસએનએલનું નેટવર્ક ઠપ્પ

 

મોરબી : મોરબીમાં છેલ્લા ત્રણ કલાકથી બીએસએનએલનું નેટવર્ક ઠપ્પ થઈ ગયું હોવાનું જાણવા મળી રહ્યું છે. સાંજના 5:30વાગ્યાના અરસાથી નેટવર્કમાં ક્ષતી આવી હોવાનું ધ્યાને આવ્યું છે. જો કે ગ્રાહકોમાં એવી ફરિયાદ ઉઠી છે કે છેલ્લા ઘણા દિવસથી નેટવર્કની સમસ્યા ઉદભવી છે.