સોનાના વાયદાના ભાવમાં રૂ.૨૬૮ અને ચાંદીમાં રૂ.૮૨૩ની નરમાઈ: કોટનમાં ગાંસડીએ રૂ.૩૨૦નું ગાબડું

ક્રૂડ તેલના વાયદાના ભાવમાં બેરલદીઠ રૂ.૧૩૭ તૂટ્યા: તાંબા સિવાયની બિનલોહ ધાતુઓમાં વૃદ્ધિ: કપાસ, સીપીઓ, મેન્થા તેલમાં સુધારો: પ્રથમ સત્રમાં રૂ.૧૪,૯૦૧ કરોડનું ટર્નઓવર

મુંબઈ: વિવિધ કોમોડિટી વાયદાઓ, ઈન્ડેક્સ ફ્યુચર્સ અને ઓપ્શન્સમાં મળીને પ્રથમ સત્રમાં એમસીએક્સ પર ૨,૧૮,૭૭૭ સોદામાં રૂ.૧૪,૯૦૧.૦૯ કરોડનું ટર્નઓવર નોંધાયું હતું. કીમતી ધાતુઓમાં સોનાના વાયદાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ રૂ.૨૬૮ અને ચાંદીમાં કિલોદીઠ રૂ.૮૨૩ની નરમાઈ હતી, જ્યારે તાંબા સિવાયની તમામ બિનલોહ ધાતુઓમાં વૃદ્ધિ ભાવમાં થઈ હતી. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને નેચરલ ગેસ બંને ઘટી આવ્યા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટનમાં ગાંસડીદીઠ રૂ.૩૨૦ તૂટ્યા હતા. કપાસ, સીપીઓ અને મેન્થા તેલના વાયદાઓમાં સુધારો વાયદાના ભાવમાં થયો હતો.

કોમોડિટી વાયદાઓમાં કીમતી ધાતુઓમાં સોના-ચાંદીના વાયદાઓમાં કુલ ૧૩૧૦૪૮ સોદાઓમાં રૂ.૭૮૮૭.૦૦ કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૫૧૦૬૫ ખૂલી, ઊપરમાં રૂ.૫૧૦૬૫ અને નીચામાં રૂ.૫૦૬૨૫ ના મથાળે અથડાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૬૮ ઘટીને રૂ.૫૦૬૯૩ બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૨ ઘટીને ૮ ગ્રામદીઠ રૂ.૪૧૦૧૦ અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩ ઘટીને ૧ ગ્રામદીઠ રૂ.૫૧૨૭ થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ રૂ.૨૬૫ ઘટીને બંધમાં રૂ.૫૦૭૧૯ ના ભાવ રહ્યા હતા.

ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૬૨૦૬૦ ખૂલી, ઊપરમાં રૂ.૬૨૫૦૦ અને નીચામાં રૂ.૬૧૩૧૩ ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૨૩ ઘટીને રૂ.૬૧૪૫૮ બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર રૂ.૭૯૨ ઘટીને રૂ.૬૧૪૮૮ અને ચાંદી-માઈક્રો નવેમ્બર રૂ.૭૭૭ ઘટીને રૂ.૬૧૪૯૩ બંધ રહ્યા હતા.

એનર્જી સેગમેન્ટમાં કુલ ૫૭૮૮૯ સોદાઓમાં રૂ.૨૭૭૨.૯૨ કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૨૮૮૭ ખૂલી, ઊપરમાં રૂ.૨૮૮૭ અને નીચામાં રૂ.૨૭૯૨ બોલાઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૩૭ ઘટીને રૂ.૨૭૯૭ બંધ રહ્યો હતો.

કૃષિ કોમોડિટીઝમાં ૨૩૦૦ સોદાઓમાં કુલ રૂ.૨૫૪.૨૧ કરોડનાં કામકાજ થયાં હતાં. કોટન ઓક્ટોબર વાયદો ગાંસડીદીઠ રૂ.૧૯૮૦૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૯૮૦૦ અને નીચામાં રૂ.૧૯૬૨૦ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૨૦ વધીને રૂ.૧૯૭૩૦ ના સ્તરે બંધ રહ્યો હતો. સીપીઓ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ ૧૦ કિલોદીઠ રૂ.૮૨૪.૫ ખૂલી, પ્રથમ સત્રનાં અંતે ૨૦ પૈસા વધીને બંધમાં રૂ.૮૨૭.૩ ના ભાવ હતા, જ્યારે મેન્થા તેલ ઓક્ટોબર વાયદો કિલોદીઠ રૂ.૯૩૩ ખૂલી, ઊપરમાં રૂ.૯૪૦ અને નીચામાં રૂ.૯૩૩ રહી, અંતે રૂ.૯૩૭.૫ બંધ રહ્યો હતો. કપાસ એપ્રિલ વાયદો ૨૦ કિલોદીઠ રૂ.૧૧૨૭ ખૂલી, ઊપરમાં રૂ.૧૧૪૧ અને નીચામાં રૂ.૧૧૨૭ સુધી જઈ પ્રથમ સત્રનાં અંતે રૂ.૩.૦૦ વધીને રૂ.૧૧૩૩.૫ ના સ્તરે બંધ રહ્યો હતો.
વાયદાઓમાં કામકાજની દૃષ્ટિએ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વિવિધ વાયદાઓમાં મળીને ૨૦૭૩૦ સોદાઓમાં કુલ રૂ.૩૮૧૯.૦૨ કરોડ ની કીમતનાં ૭૫૦૭.૪૮ કિલો, ચાંદીના વિવિધ વાયદાઓમાં મળીને ૧૧૦૩૧૮ સોદાઓમાં કુલ રૂ.૪૦૬૭.૯૭ કરોડ ની કીમતનાં ૬૫૬.૩૩૫ ટન, ક્રૂડ તેલમાં ૨૦૪૬૮ સોદાઓમાં રૂ.૮૯૨.૧૨ કરોડનાં ૩૧૫૩૨૦૦ બેરલ્સ, કોટનમાં ૩૨૦ સોદાઓમાં રૂ.૨૨.૫૦ કરોડનાં ૧૧૩૫૦ ગાંસડી, સીપીઓમાં ૧૮૮૯ સોદાઓમાં રૂ.૨૨૬.૮૧ કરોડનાં ૨૭૬૯૦ ટન, મેન્થા તેલમાં ૩૩ સોદાઓમાં રૂ.૩.૪૭ કરોડનાં ૩૬.૭૨ ટન, કપાસમાં ૫૮ સોદાઓમાં રૂ.૧.૪૩ કરોડનાં ૨૫૨ ટનના વેપાર થયા હતા.
ઓપન ઈન્ટરેસ્ટ પ્રથમ સત્ર સુધીમાં સોનાના વાયદાઓમાં ૧૭૨૩૮.૬૧૯ કિલો, ચાંદીના વાયદાઓમાં ૬૨૪.૯૬૯ ટન, ક્રૂડ તેલમાં ૩૯૮૭ બેરલ્સ, કોટનમાં ૩૦૨૫૦ ગાંસડી, સીપીઓમાં ૭૨૭૮૦ ટન, એલચીમાં ૦.૭ ટન, મેન્થા તેલમાં ૧૭૭.૧૨ ટન અને કપાસમાં ૪૫૬ ટનના સ્તરે રહ્યો હતો.

સોનાનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૫૨૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૪૨૫ ખૂલી, ઊપરમાં રૂ.૪૭૮.૫ અને નીચામાં રૂ.૪૨૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૪૪૮.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૪૯૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૨૩૮ ખૂલી, ઊપરમાં રૂ.૩૦૦ અને નીચામાં રૂ.૨૩૮ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૮૯ બંધ રહ્યો હતો.

ચાંદીનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૬૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૧૩૯૦ ખૂલી, ઊપરમાં રૂ.૧૫૦૦ અને નીચામાં રૂ.૧૨૦૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૧૨૬૩ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૫૫૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ રૂ.૩૪૦ ખૂલી, ઊપરમાં રૂ.૪૫૦ અને નીચામાં રૂ.૩૨૯.૫ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૩૯૨.૫ બંધ રહ્યો હતો.

ક્રૂડ તેલનાં ઓપ્શન્સમાં સૌથી વધુ સક્રિય રહેલા કોન્ટ્રેક્ટોમાં કોલ ઓપ્શન્સનો રૂ.૩૦૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૯૬ ખૂલી, ઊપરમાં રૂ.૧૦૨ અને નીચામાં રૂ.૮૭ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૮૮.૫ બંધ રહ્યો હતો, જ્યારે પુટ ઓપ્શન્સમાં રૂ.૨૯૦૦ ની સ્ટ્રાઈક પ્રાઈસવાળો નવેમ્બર કોન્ટ્રેક્ટ બેરલદીઠ રૂ.૧૭૦ ખૂલી, ઊપરમાં રૂ.૨૪૦ અને નીચામાં રૂ.૧૭૦ રહી પ્રથમ સત્રનાં અંતે રૂ.૨૩૬.૨ બંધ રહ્યો હતો.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate