મોરબી પોલીસે વધુ 3 રીઢા આરોપીઓને પાસા હેઠળ જેલમાં ધકેલ્યા

- text


દારૂની હેરાફેરી અને માથાભારે તત્વો વિરુદ્ધ કડક કાર્યવાહી

મોરબી : મોરબીમાં હાલ પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યારે વિધાનસભા વિસ્તાર ઉપરાંત જિલ્લામાં પણ કાયદો વ્યવસ્થા જાળવવા પોલીસ અલગ-અલગ ગુનાના રીઢા ગુનેગારોને પાસા હેઠળ અન્ય જિલ્લાની જેલ હવાલે કરી રહી છે. ત્યારે આજે મોરબી એડિવિઝન પોલીસ મથકમાં આવતા બોરીચવાસના વિસ્તારના જીગર ઉર્ફે જીગો જીલુભાઇ ગોગરા, ભરત ઉર્ફે બી.કે કારુભાઈ ગોગરા તથા હળવદ પોલીસ મથકના માથક ગામના મયુર અશોકભાઈ બોરણીયા વિસ્તારના મળી 3 શખ્સને પોલીસે ડિટેઈન કર્યાં હતાં અને જિલ્લા મેજિસ્ટ્રેટના પાસા હુકમના આધારે ત્રણેય શખ્સને અમદાવાદ, વડોદરા અને સુરત અલગ અલગ જિલ્લાની જેલમાં મોકલી દેવાયા હતા. ઝડપાયેલા શખ્સો પૈકી 2 વિરુદ્ધ મારામારી અને શરીર સબંધી ગુનાઓ નોંધાયેલ છે. તો એક શખ્સ વિરુદ્ધ પ્રોહીબિશન એકટ હેઠળ અનેક ગુનાઓ નોંધાયેલ હોવાથી તમામને અન્ય જિલ્લાની જેલ હવાલે કર્યા હતા.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text