મોરબી : નૈતિક મૂલ્યોની જાળવણી માટે પેટાચૂંટણીના ઉમેદવારો પાસે સોગંદનામુ કરાવવાની ઝુંબેશ શરુ થશે

- text


મોરબી : ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ધારાસભ્યો દ્વારા પક્ષપલટો અને સમય પહેલાં રાજીનામું આપવાની પ્રવૃત્તિ વધી ગઈ છે. જેનાથી પ્રજાના કરોડો રૂપિયા ખોટા ખર્ચાય છે. આ પ્રવૃત્તિને કંઇક અંશે રોકી શકાય એ હેતુથી પેટાચૂંટણી લડી રહેલા ઉમેદવારો પાસેથી નૈતિક મૂલ્યોની જાળવણી માટે ચૂંટણી પહેલાં સોગંદનામુ કરાવવાની ઝુંબેશ શરૂ કરાઈ છે. જેમાં તમામ આઠેય વિધાનસભા વિસ્તારના મતદારોને એમના વિસ્તારમાં ચૂંટણી લડતા ઉમેદવારો પાસેથી સોગંદનામુ કરાવવા માટેની વિનંતી કરતો ગુજરાત નવનિર્માણ સેના દ્વારા તૈયાર કરેલ છે. જે પત્રની નકલો આઠેય વિધાનસભા વિસ્તારમાં વહેંચવામાં આવશે. આ ઝુંબેશ અન્વયે પત્રની નકલો આવતીકાલે તા. 22/10/2020 ને ગુરૂવારે મોરબી વિધાનસભા વિસ્તારમાં સવારે ૧૧ થી ૧ દરમિયાન વહેંચવાનો કાર્યક્રમ રાખેલ છે. આ પત્ર વિતરણ કાર્યક્રમની શરૂઆત સવારે ૧૧ કલાકે નગર દરવાજા ચોક મોરબીથી કરાશે. તેમ ગુજરાત નવનિર્માણ સેનાના અધ્યક્ષ અતુલ દવેએ યાદીમાં જણાવેલ છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text