મોરબીમાં નોટ નંબરીનો જુગાર રમતા 2 શખ્સ ઝડપાયા

મોરબી : મોરબીના તરગારા રીક્ષા સ્ટેન્ડ પાસે એ ડિવિઝન પોલીસે ચોક્કસ બાતમીના આધારે દરોડો પાડી નોટ નંબરીનો જુગાર રમતા શબીરશા હુસેનશા શાહમદાર રહે. લીલાપર રોડ સબજેલ પાછળ બોરીચાવાસ મોરબી અને દાઉદભાઇ શફીભાઇ હોકાવાડા રહે.કુલીનગર – ૧ વીશીપરા વાળાને ઝડપી લીધા હતા.પોલીસે બન્ને શખ્સ પાસેથી રૂ.700 રોકડ જપ્ત કરી હતી.બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.