મોરબીની નિર્મલ સાયન્સ સ્કૂલનું NEETમાં ઝળહળતું પરિણામ

 

સમગ્ર જિલ્લામાં NEET-2020માં નિર્મલ સ્કૂલનો ડંકો

મોરબી : મોરબીની નિર્મલ સાયન્સ સ્કૂલે NEET-2020માં સમગ્ર જિલ્લામાં ડંકો વગાડ્યો છે. શાળાના 21 વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પરિણામ મેળવીને MBBSમાં પ્રવેશપાત્ર બન્યા છે. આ સિદ્ધિ બદલ શાળા પરિવાર અને વિદ્યાર્થીઓ ઉપર અભિનંદનવર્ષા થઈ રહી છે.

મોરબીની નિર્મલ સાયન્સ સ્કૂલે NEET-2020ની પરીક્ષામાં ઝળહળતું પરિણામ હાંસલ કર્યું છે. જેમાં ભાડજા ઋત્વિકે 625, પરમાર મેહુલે 621, અઘારા પ્રિન્સિએ 580, આદ્રોજા ડેન્સીએ 575, રાંકજા સાક્ષીએ 575, વારનેશિયા જયરાજે 570, મેંદપરા માનવે 565, અઘારા નેવીલે 560, મહોત વાસુએ 550, મોરડીયા શ્યામે 540, પડસુંબિયા કિશને 535, જય સદાતીયાએ 525, ગોધવિયા રુચીએ 494, સિદ્ધપુરા જયે 490, પડસુંબિયા પાર્થે 489, સાંણજા દેવાંગીએ 487, જીવાણી બંસીએ 481 અને જીવાણી કૃપાએ 470 માર્ક મેળવી શાળા તેમજ પરિવારનું નામ રોશન કર્યું છે.

આ તમામ વિદ્યાર્થીઓ શ્રેષ્ઠ પરિણામ હાંસલ કરી MBBSમાં પ્રવેશપાત્ર બન્યા છે. તેઓને શાળાના પ્રિન્સિપાલ નિલેશભાઈ કુંડારિયાએ શુભકામનાઓ પાઠવી છે.