મોરબીમાં રાત્રીના સમયે ધૂમ સ્ટાઇલથી બાઇક ચલાવતા તત્વો ઉપર પોલીસની તવાઈ

- text


ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો સામે પણ દંડનીય કાર્યવાહી

મોરબી : મોરબી પોલીસે આજે રાત્રે ઓચિંતી ડ્રાઇવ યોજીને શહેરના મુખ્ય રોડ ઉપર ધૂમ સ્ટાઈલથી બાઇક ચલાવી રોમિયોગીરી કરતા વાહનચાલકોને પાઠ ભણાવ્યા હતા. સાથે નિયમોના ભંગ બદલ વાહનચાલકો સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી હતી.

મોરબી શહેરમાં જાહેરમાં રોડ ઉપર રાત્રીના સમયે કેટલાક શખ્સો બાઇક લઈને ધૂમસ્ટાઇલમાં નિકળતા હોય જેથી એસપી એસ.આર.ઓડેદરાની સૂચનાથી ડીવાયએસપી રાધિકા ભારાઈ તથા એ ડિવિઝન પીઆઇ બી.જી. સરવૈયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એન.એચ. ચુડાસમા તથા તેમની ટીમે નવા બસ સ્ટેન્ડ સામે, નગરદરવાજા ચોક, પાડા પુલ પાસે આવેલ ગોલા બજાર સહિતના વિસ્તારોમાં ડ્રાઇવ યોજી હતી.

- text

જેમાં ધૂમ સ્ટાઇલથી નીકળતા વાહનચાલકો તેમજ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહનચાલકો સામે દંડનીય તેમજ વાહન ડિટેઇન કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

- text