ટંકારા : રૂ. 50 લાખની ઠગાઈ કેસમાં 6 વર્ષથી નાસતો-ફરતો શખ્સ ઝડપાયો

- text


ટંકારા : ટંકારા પોલીસ મથકમા 2014ના વર્ષમાં રૂ. 50 લાખની છેતરપીંડીની ફરિયાદ નોંધાઇ હતી. જેનો એક આરોપી 6 વર્ષથી ફરાર થઇ ગયો હોવાથી તેની પોલીસ શોધખોળ કરી રહી હતી. આ દરમિયાન એસઓજીના હેડ કોન્સ્ટેબલ પરેશ પરમાર અને કોન્સ્ટેબલ ધર્મેન્દ્ર વાઘડિયાને બાતમી મળી હતી કે આ કેસનો આરોપી રાજસ્થાનના ચુરું જિલ્લાના દદરેવા ગામના હોય. જેથી, એસઓજી પી.આઈ. જે. એમ. આલ અને સ્ટાફના રસિક કડીવાર, રમેશ રબારી, સતિષ ગરચર સહિતનાની ટિમ બાતમી વાળી જગ્યાએ દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. અને વધુ તપાસ માટે ટંકારા પોલીસ મથક હવાલે કર્યો હતો.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text