લીલાપર ગામમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ

- text


મોરબી : મોરબી તાલુકાના લીલાપર ગામમાં દેશી દારૂ બનાવવાની ભઠ્ઠી ઝડપાઇ છે. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં એક શખ્સ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

ગત તા. 8ના રોજ લીલાપર ગામમાં નદીના કાંઠે બાવળના ઝુંડ પાસે દેશી દારૂ બનાવવાનો આથો લીટર આશરે 300 (કિ.રૂ. 600) તથા ભઠ્ઠીના સાધનો કેરબા નંગ 6, ગેસનો બાટલો નંગ 1, ગેસનો ચુલો નંગ 1, ટીનનું બકડીયુ નંગ 1, મોટી થાળી નંગ 1 મળી કુલ કિ.રૂ. 2,470નો મુદ્દામાલ ઝડપાયો હતો. આ બનાવમાં આરોપી હરસુરભાઇ ગોકળભાઇ દેગામા રેઇડ દરમિયાન સ્થળ ઉપર હાજર નહી હોવાથી હાલમાં પોલીસે તેને પકડવા તજવીજ હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text