કોયબા ગામે વાડીએથી તસ્કરો 800 ફુટનો કેબલ ચોરી ગયા!

- text


ખેડૂતએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી

હળવદ : હળવદ તાલુકાના કોયબા ગામે ગામના રસ્તા પર આવેલ વાડીએ ગત રાત્રીના કોઈ અજાણ્યા તસ્કરો ત્રાટકયા હતા અને બોરના કેબલની ચોરી કરી ગયા હોવાનું સામે આવ્યું છે. જેથી, ખેડૂત દ્વારા આ બનાવને લઇ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવાની તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ હળવદ તાલુકાના કોયબા રોડ પર આવેલ હીરાભાઈ પેથાભાઇની વાડીએ મોટર બગડી હોય. જેથી, મોટર રીપેરીંગ કામ કરાવવા માટે બહાર કાઢવામાં આવી હતી. તેની સાથે આઠસો ફૂટ ડબલ પણ હોય, જ્યારે આ કેબલની ગત રાત્રીના કોઈ અજાણ્યા તસ્કરો ચોરી ગયા હોવાનું ખેડૂતને ધ્યાને આવતા ખેડૂત દ્વારા પ્રથમ તો આ બનાવની જાણ સરપંચને કરવામાં આવી હતી.

આ બનાવને પગલે ગામના સરપંચ ભગીરથસિંહ સહિતના ખેડૂતની વાડીએ દોડી ગયા હતા અને પ્રથમ તો આજુબાજુમાં તપાસ હાથ ધરી હતી. જો કે તસ્કરો જે આઠસો ફૂટ ટેબલ લઈ ગયા છે, તેની કિંમત ૨૫ હજાર જેટલી થતી હોવાનું ખેડૂતએ જણાવ્યું હતું. સાથે જ આ કેબલની ચોરી કોઈ જાણભેદુ શખ્સો દ્વારા કરવામાં આવી હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

તો બીજી તરફ પાછલા ત્રણ-ચાર દિવસમાં જ કોયબા ગામની સીમ વિસ્તારમાં તસ્કરોએ ધામા નાખ્યા હોય, તેમ ઉપરાઉપરી બે વાડી વિસ્તારમાં ચોરી થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે. જેથી, પોલીસ દ્વારા પણ ખેડૂતની વાડીઓમાં ચોરી કરતી ટોળકીને વહેલી તકે ઝડપી લે, તેવી ખેડૂતોમાં માંગ ઉઠવા પામી છે. કેબલ ચોરીના બનાવને લઇ ખેડૂત દ્વારા હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવા નીકળી ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text