ટંકારાના મિતાણા ચોકડી પાસે પ્લોટના ઝઘડામાં આધેડ પર છરી વડે હુમલો

- text


ચાર શખ્સો સામે હુમલો કર્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ

ટંકારા : ટંકારાના મિતાણા ચોકડી પાસે પ્લોટના ઝઘડામાં આધેડ પર ચાર શખ્સોએ છરી વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. જેમાં આધેડે ચાર શખ્સોએ હુમલો કર્યાની ટંકારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. આથી, ટંકારા પોલીસે ચાર શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આ બનાવની ટંકારા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારાના મીતાણા ગામે દરબાર ગઢ વિસ્તારમાં રહેતા ક્રિપાલસીંહ પૃથવીસીંહ જાડેજા (ઉ.વ. ૫૩) એ આરોપીઓ રોનકભાઇ બાઘાભાઇ બાંભવા, બાઘાભાઇ નાથાભાઇ બાંભવા, રમેશભાઇ નાથાભાઇ બાંભવા, ગૌતમભાઇ બાઘાભાઇ બાંભવા સામે ફરિયાદ નોંધાવી હતી કે ગઈકાલે તા. ૮ના રોજ મિતાણા ચોકડી પાસે ફરીયાદી સામે આરોપીઓ પ્લોટની માથાકૂટ બાબતેનો ખાર રાખી છરી તથા ધારીયુ અને કુહાડી તેમજ લાકડી ધારણ કરી ફરીયાદી પાસે જઈને બોલાચાલી ગાળો આપી ઢીકાપાટુનો માર મારી ઇજા કરી તેમજ આરોપીઓએ ફરીયાદીના પેટના ડાબા પડખામા છરીનો ઘા મારી પેટના આંતરડાના ભાગે ગંભીર ઇજા પહોચાડી હતી. આ બનાવની ટંકારા પોલીસે ફરિયાદ નોંધીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text