હળવદના માર્કેટ યાર્ડમાં દિન-દહાડે વેપારીના થેલામાં કાપો મારી રૂ. 5 લાખની ચોરી

- text


માર્કેટ યાર્ડમાં મગફળીના રજીસ્ટ્રેશન માટે ખેડૂતોની ભીડનો લાભ લઈને ગઠિયો કળા કરી ગયો

હળવદ : હળવદના માર્કેટ યાર્ડમાં દિન દહાડે વેપારીના થેલામાં કાપો મારી રૂ. 5 લાખની ચોરી થયાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેમાં માર્કેટ યાર્ડમાં મગફળીના રજીસ્ટ્રેશન માટે ખેડૂતોની ભીડનો લાભ લઈને ગઠિયો કળા કરી ગયો હતો. બે દિવસ પહેલા બનેલા આ બનાવની વેપારીએ ફરિયાદ નોંધાવતા હળવદ પોલીસે તપાસ હાથ ધરી છે.

- text

આ બનાવની હળવદ પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર હળવદની શીવધારા સોસાયાટીમાં રહેતા વેપારી અંબરભાઇ લલીતભાઇ સોમૈયા (ઉ.વ.૨૮) એ ગઈકાલે અજાણ્યા શખ્સો સામે રૂ. 5 લાખની ચોરીની ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ વેપારી ગત તા.1 ઓક્ટોબરે બેન્કમાંથી રૂ.5 લાખ ઉપાડીને આ રકમ થેલામાં ભરીને હળવદ માર્કેટ યાર્ડમાં આવ્યા હતા. જો કે હળવદ માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી ખેડૂતોની ઓનોલાઈન નોંધણીની પ્રક્રિયા ચાલતી હોવાથી તે દિવસે ભીડ વધુ હતી. આથી, આ ભીડનો લાભ લઈને અજાણ્યા શખ્સોએ વેપારી પાસે રહેલા થેલામાં કાપો મારી તેમાંથી રૂ.5 લાખ સેરવી લઈને ફરાર થઈ ગયા હતા. વેપારીની નજર ચૂકવીને ગઠિયાઓ આ રીતે કળા કરી ગયાનું બહાર આવતા અંતે વેપારીએ આ બનાવની ફરિયાદ નોંધાવી હતી. આથી, હળવદ પોલીસે ફરિયાદ નોંધીને રાબેતા મુજબની તપાસ હાથ ધરી છે.


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text