મોરબીના સાવસર પ્લોટમાંથી બે શખ્સોએ બાઈક ચોરી કર્યાની ફરિયાદ

- text


ગત મે માસમાં બનેલા બનાવની ફરિયાદ મોડી નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા

મોરબી : મોરબીના સાવસર પ્લોટમાંથી બે શખ્સોએ બાઈક ચોરી કર્યાની ફરિયાદ નોંધાઈ છે. જો કે ગત મે માસમાં બનેલા બનાવની ફરિયાદ મોડી નોંધાતા આરોપીઓ પોલીસની હાથવેંતમાં હોવાની શક્યતા છે.

આ બનાવની મોરબી સીટી એ ડીવીજન પોલીસ સ્ટેશનેથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર માળીયા (મીં)ના ઉટબેટ (સામપર) ગામે રહેતા વિશાલભાઇ શાંતીલાલ બદ્રકિયા (ઉ.વ.૨૦) એ આરોપીઓ પ્રકાશ ઉર્ફે પકો ચંદુભાઇ નગવાડીયા (રહે. ચીખલી તા. માળીયા (મીં)) તથા રાણીંગ હીરાભાઇ વાઘેલા (રહે પંચાસર રોડ મોરબી) સામે ફરિયાદ નોંધાવી હતી કે ગત તા.૧૫ મેના રોજ મોરબી સાવસર પ્લોટ ગોકુળ હોસ્પીટલ સામે પાર્ક થયેલું ફરીયાદીનું હીરો સ્પલેન્ડર નં. જી.જે.૧૦.સી.એ.૩૯૪૮ (કિં.રૂા.૧૫,૦૦૦)ને આ બન્ને આરોપીઓ ખસેડીને ચોરી કરી લઇ ગયા હતા. આ બનાવ અંગે એ ડિવિજન પોલીસ વધુ તપાસ ચાલવી રહી છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text