વાંકાનેરમાં વિદેશી દારૂની બોટલ સાથે કારસવાર બે પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર શહેરમાં વિદેશી દારૂની બોટલ સાથે કારસવાર બે શખ્સો પકડાયા છે. વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં આ બનાવ અંગે નોંધ કરવામાં આવી છે.

ગઈકાલે તા. 2ના રોજ વાંકાનેરમાં નેશનલ હાઇવે રોડ પર જીનપરા જકાતનાકા નજીક કાર રજિ. નં. જી.જે-૦૩-ઇ.આર.-૫૯૩૨માં ડ્રાઇવર શીટ તથા તેની બાજુની શીટ વચ્ચેના ભાગે પરપ્રાંત બનાવટનો ભારતીય ઇગ્લીશ દારૂની શીલ પેક બોટલ – 1 (કી.રૂ. 300) વેચાણ કરવાના તથા પીવાના આશયથી રાખેલ મળી આવી હતી. આ બનાવમાં રાજેન્દ્રસિંહ બહાદુરસિંહ ઝાલા (ઉ.વ. 37, રહે. ચોટીલા) તેમજ હસમુખભાઇ કાળુભાઇ સોઢાતર (ઉ.વ. 27, તા.ચોટીલા)ની અટકાયત કરવામાં આવી છે. પોલીસે આરોપીઓ પાસેથી કાર તથા વિદેશી દારૂની બોટલ મળી કુલ રૂ. 90,300નો મુદામાલ જપ્ત કર્યો છે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text